એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે…

એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે...
એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે...

અર્થ વ્યવસ્થાનું સારૂ ચિત્ર અને રોકાણકારોના જોરદાર ઉત્સાહથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ જોતા બજાર નિષ્ણાંતો એવું કહે છે કે આગામી કેટલાક મહિનાઓ સુધી બજારમાં આ તેજી યથાવત રહી શકે છે. ઇન્ડેક્ષ 82,000ને ટચ કરી શકે છે. આ રીતે આગામી 12 મહિનામાં નિફટીનું હાલનું 23,465નું લેવલ વધીને 25,816 સુધી પહોંચી શકશે. આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ અને સ્થાનિક બ્રોકરેજ કંપની પ્રભુદાસ લીલાધરે આ તારણ કાઢયું છે. મૂડીઝનું એવું કહેવું છે કે, અમારા અંદાજ મુજબ માનવું છે કે ભારતીય શેરબજારમાં સૌથી લાંબી અને મજબુત પેઢી આવી શકે છે. આગામી પાંચ વર્ષમાં 12 થી 15 ટકાના દરે બજારમાં વૃધ્ધિ જોવા મળશે.

એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે… બીએસઇ સેન્સેકસ

મૂડીઝે અનુમાન લગાવ્યું છે કે, આગામી 12 મહિનામાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે. તેનો મતલબ એ છે કે 14 ટકાનો વધારો દેખાશે. રીપોર્ટમાં જણાવાયું છે કે, 2025-26 સુધી આવકમાં વધારાના અંદાજ સાથે કંપનીઓ સારૂ પ્રદર્શન કરશે જેની સીધી અસર બજાર પર જોવા મળશે.

એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે… બીએસઇ સેન્સેકસ

એનડીએ સરકાર બીજી વખત ચૂંટાતા રોકાણકારોનો ભરોસો વધશે અને બજારમાં સ્થિરતા આવશે. સરકારની સ્થિરતા સાથે બજાર ઘણા સુધારાની અપેક્ષા રાખે છે. બ્રોકરેજ ગ્રુપ કહે છે કે માર્ગ, મેટ્રો, એરપોર્ટ, રેલવે, વિજળી અને અન્ય ક્ષેત્રોમાં માળખાકીય વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. ઇલેકટ્રીક વાહન, સંરક્ષણ અને ઉત્પાદન જેવા ક્ષેત્રમાં અવસર વધશે. કેપીટલ ગુડસ, બેન્કીંગ, ઓટો, આરોગ્ય, ફાર્મા, સિમેન્ટ ક્ષેત્રમાં પણ તેજી જોવા મળશે.મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને 2024-25ના નાણાકીય વર્ષ માટે સુધારીને 6.8 ટકા સુધી સુધાર્યુ છે. અન્ય રેટીંગ એજન્સી પણ 7 ટકા વધારાનું અનુમાન લગાવે છે.

એક અનુમાન મુજબ 1 વર્ષમાં બીએસઇ સેન્સેકસ 82,000ના ટાર્ગેટને હાંસલ કરી લેશે… બીએસઇ સેન્સેકસ

રોકાણના ટેકાથી નિફટી પણ આગામી 12 મહિનામાં 25,816ના આંકડાને ટચ કરી શકે છે. એનએસઇ બેન્ચ માર્કે છેલ્લા બે મહિનામાં 4.4 ટકાના વધારા સાથે સારૂ પ્રદર્શન કર્યુ છે જયારે ચૂંટણી દરમ્યાન ઘણી ઉથલ પાથલ થઇ હતી.

વિદેશથી 11,730 કરોડનું રોકાણ આવ્યું:-

વિદેશી પોર્ટફોલીયો રોકાણકારોનો ભરોસો ભારતીય બજારો પર ફરી વધ્યો છે. 14 જુને પૂરા થયેલા અઠવાડિયામાં 11,730 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. તેની અગાઉ એટલે કે 3 થી 7 જુનના અઠવાડિયા દરમ્યાન 14794 કરોડ રૂપિયા બહાર કાઢયા હતા.નિષ્ણાંતો કહે છે કે જુનના પહેલા અઠવાડિયામાં ઉતાર ચઢાવ બાદ બજારમાં સ્થિરતા આવી છે. સતત ત્રીજી વખત એનડીએ સત્તામાં આવતા નીતિ વિષયક સુધારા અને આર્થિક પ્રગતિ ચાલુ રહેવાની આશા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here