કોંગ્રેસ નેતા કમલનાથે ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી

Kamalnath-EVM-Election-CONGRSS-કોંગ્રેસ
Kamalnath-EVM-Election-CONGRSS-કોંગ્રેસ

Subscribe Saurashtra Kranti here.

ભાજપ કોંગ્રેસના વોટ નહીં પણ જનતાના વોટ લૂંટી રહી છે

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ફરી એક વખત ઇવીએમ પર સવાલો ઉભા કર્યા છે. એક ટીવી કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કહૃાુ હતુ કે, ઇવીએમનુ ચક્કર શું છે. મારે દેશની જનતાને પૂછવુ છે કે ઇવીએમથી જ ચૂંટણી કરવા માટે ભાજપ જીદ કેમ કરતી હોય છે? ઇવીએમમાંથી એવી તો કઈ ખૂશ્બુ આવે છે. જો તમે ચૂંટણી જીતવાના હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની જીતો.ભાજપ કોંગ્રેસના વોટ નહીં પણ જનતાના વોટ લૂંટી રહી છે.

કમલનાથે આગળ કહૃાુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં પોતાને બચાવવા માટે ભાજપે ચોક્કસ બેઠકો પર ઇવીએમ સાથે છેડછાડ કરી હતી.રાજસ્થાનમાં પણ એવુ જ થયુ હતુ.કોન્ગ્રેસ બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટે અભિયાન ચલાવશે.આ માટે આખા દેશમાં આંદોલન કરવામાં આવશે. આ માટે બીજી પાર્ટીઓ સાથે વાત ચાલી રહી છે.

તેમણે કહૃાુ હતુ કે, આજે અમેરિકામાં ઇવીએમ નથી. આખા યુરોપ અને જાપાનમાં પણ ઇવીએમ નથી માત્ર આપણા દેશમાં જ ઇવીએમથી ચૂંટણી થાય છે.

Read About Weather here

એ વાત સાચી છે કે, ઇવીએમની શરુઆત કોંગ્રેસના શાસનમાં થઈ હતી. પણ તે વખતે આ હદે ટેકનોલોજી વિકસી નહોતી.મારી પાસે સંખ્યાબંધ લોકોએ આવીને ઓફર કરી હતી કે અમે ઇવીએમ હેક કરી શકીએ છે પણ મેં કહૃાુ હતુ કે, મારે આ પ્રકારની માથાકૂટમાં પડવુ નથી. કમલનાથે કહૃાુ હતુ કે, મધ્યપ્રદેશમાં ભાજપે સોદાબાજી કરીને સરકાર બનાવી છે.મેં મારા સિધ્ધાંતો સાથે સમાધાન કર્યુ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here