પંજાબના મોહાલીમાં મર્સિડિઝે 6 લોકોને કચડ્યા: ત્રણના મોત,3 ગંભીર રીતે ઘાયલ

    Mohali-Mersidies-car-ACCIDENT-પંજાબ
    Mohali-Mersidies-car-ACCIDENT-પંજાબ

    Subscribe Saurashtra Kranti here.

    પંજાબ:ઘાયલોને સારવારા માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે

    પંજાબના મોહાલીમાં પુરપાટ ઝડપે આવતી એક મર્સિડીઝ કારે ૬ લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. રાધાસ્વામી ચોક પર થયેલી આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવારા માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. આજે મર્સિડિઝના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ઘટના શનિવારના રોજ થઈ છે. ત્યાં(પંજાબ) હાજર લોકોને જણાવ્યા અનુસાર પૂરપાટ ઝડપે આવતી મર્સિડીઝે સૌથી પહેલા આર્ટિકા ગાડીને ટક્કર મારી હતી. મર્સિડીઝે જે આર્ટિકાને ટક્કર મારી હતી, તેમાં ચાર લોકો સવાર હતા. ત્યાર બાદ કાર સાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિને કચડી નાખ્યા. કહેવાય છે કે, જે સમયે આ ઘટના બની તે સમયે મર્સિડીઝ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા. ઘટના સમયે મર્સિડીઝની ઝડપ ખૂબ વધારે હતી. જેના કારણે ડ્રાઈવરે ગાડી પર સંતુલન ખોઈ દીધુ હતું.

    Read About Weather here

    મર્સિડીઝમાં લગાવેલી એર બેગ ખુલી જવાના કારણે તેમા સવાર તમામ લોકો માંડ માંડ બચી ગયા હતા. જો કે, તેમની લાપરવાહીના કારણે આ દૃુર્ઘટના થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનામાં જે લોકોના મોત થયાં છે, તેમાં રામપ્રસાદ નિવાસી મટૌર, અંકુશ નરુલા નિવાસી જીરકપૂર તથા ધર્મપ્રીત નિવાસી ગામ ધોલૂમાઝરા શામેલ છે. ઘાયલ થયેલા લોકોમાં પ્રદીપ કુમાર, શ્રીપાલ વર્મા, હરીશ કુમાર શામેલ છે. ત્યારે હવે પોલીસે આ કારના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. દૃુર્ઘટના પાછળ ક્યાં કારણો જવાબદારી છે, તેની હાલમાં તપાસ ચાલુ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here