રાજ્યમાં દિપડાના મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવાશે: બજેટમાં જાહેરાત

સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર ૧૦ કરોડના ખર્ચે બનશે

ગુજરાતના સિંહો હવે જગવિખ્યાત છે. પણ ગુજરાતના દિપડા કુખ્યાત બની રહૃાાં છે. ગ્રામ્ય અને જંગલી વિસ્તારમાં દિપડાનો આતંક સામાન્ય બની ગયો છે. ગુજરાતમા રોજેરોજ કોઈને કોઈ ખૂણે દિપડો દૃખાય જાય છે, તો સમયાંતરે દિપડાના આતંકના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ગુજરાતમાં ગમે ત્યારે એટેક કરતા દિપડાઓ અંગે બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં દિપડાના મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ છે.

ગુજરાતના બજેટમાં નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં દિપડા માટે મેગા રેસ્ક્યૂ સેન્ટર બનશે. ૭ કરોડના ખર્ચે ગુજરાતમાં દિપડા માટે રેસ્ક્યૂ સેન્ટર બનાવવામા આવશે. આ ઉપરાંત એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે બજેટમાં ૧૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ કરવામાં આવશે.સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર ૧૦ કરોડના ખર્ચે બનશે.