શેરબજારમાં તેજી યથાવત્ : સેન્સેક્સ ૪૪૭ અંકનો ઉછાળો

શેરબજારમાં આજે બંધ થતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સક્સ +૪૪૭.૦૫ પોઇન્ટ એટલે કે (૦.૯૦%) ના વધારા સાથે ૫૦,૨૯૬.૮૯ ના સ્તર પર બંધ રહૃાો છે.
તેમજ નેશનલ સ્ટોક એક્સચેંજની નિટી +૧૫૭.૫૫ પોઇન્ટ્સ એટલે કે (૧.૦૭%) ટકા ઉછાળા સાથે ૧૪,૯૧૯.૧૦ ના સ્તર પર બંધ રહી છે. તેમજ આજે સેન્સેક્સે બંધ થતા ૫૦,૦૦૦ની સપાટી કુદાવી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે એમએન્ડએમ, ટાટા મોટર્સ, વિપ્રો, અદાની પોર્ટ્સ અને હીરો મોટકોકર્પના શેર લીલા નિશાન પર બંધ થયાં છે. તેમજ ઓનજીસી, એચડીએફસી, ડોક્ટર રેડ્ડી, પાવર ગ્રિડ અને કોલ ઈન્ડિયાના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે પીએસયૂ બેક્ધ સિવાય બધા સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ ફાઇનેન્સ સર્વિસિસ, એફએમસીજી, આઇટી, બેક્ધ, ફાર્મા, પ્રાઇવેટ બેક્ધ, મેટલ, ઓટો, મીડિયા અને રિયલીટીનોસમાવેશ થાય છે.

સેન્સેક્સ પર એમએન્ડએમ, એનટીપીસી, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, ટીસીએસ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. એમએન્ડએમ ૪.૯૮ ટકા વધીને ૮૫૯.૯૦ પર બંધ રહૃાો હતો. એનટીપીસી ૩.૮૩ ટકા વધીને ૧૧૨.૬૦ પર બંધ રહૃાો હતો. જોકે ઓએનજીસી, એચડીએફસી, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, એસબીઆઇ સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ઓએનજીસી ૩.૧૬ ટકા ઘટીને ૧૧૩.૪૫ પર બંધ રહૃાો હતો. એચડીએફસી ૧.૬૩ ટકા ઘટીને ૨૫૬૪.૯૦ પર બંધ રહૃાો હતો.

સ્ટરલાઈટ ટેક્નોલોજીએ ૭૦૦ કરોડ રૂપિયાની ડીલની જાહેરાત કરી છે. આ ડીલ તેને મધ્યપૂર્વ આફ્રિકામાંથી મળી છે. આ સાથે તેની કુલ ઓર્ડર બુક ૧૧,૩૦૦ કરોડ રૂપિયા થઈ જશે. સિમેન્સ સીએન્ડએસ ઈલેક્ટ્રિક ખરીદવાની આજે જાહેરાત કરશે. તેની તેના શેર પર અસર જોવા મળશે. ઓટો કંપનીઓના શેર પર આજે અસર જોવા મળશે. ગઈકાલે તમામે ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડાઓ જાહેર કર્યા હતા. પાવર ગ્રીડના બોર્ડે ૪ ટકા પ્રતિ શેરના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

આ પહેલા સોમવારે સેન્સેક્સ ૭૪૯ અંક વધી ૪૯૮૪૯.૮૪ પર અને નિટી ૨૩૨.૪૦ અંક વધી ૧૪૭૬૧.૫૫ પર બંધ થયો હતો. એમએમટીસીના શેરમાં રેકોર્ડ ૨૦ ટકાનો ઉછાળો રહૃાો. સમગ્ર દિવસના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ ૯૫૮ અંક સુધી ઉપર જવામાં સફળ રહૃાું હતું. ફાઈનાન્સ, બેક્રિંગ અને ફાર્મા શેરમાં ભારે ખરીદી રહી.

જ્યારે રેલટેલ અને ઈન્ફીબીમ એવન્યુના શેરમાં ૧૭ ટકા સુધી ઉછાળો રહૃાો. શુક્રવારે બીએસઈ ૧૯૩૯.૩૨ અંક અને નિટી ૫૬૮.૨૦ અંક ઘટી બંધ રહૃાાં હતા.