રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા’ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ....? જાણો
રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ....? જાણો

અગાઉ ગેમઝોન અગ્નિકાંડના ગુનાની તપાસ વખતે એસીપી ક્રાઈમએ ઓફિસને સીલ મારી દીધું હતું, જે સીલ ખોલતા મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળ્યો

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા સળગી જતા તેઓના મોત નિપજ્યા હતા. ત્યારે આ તરફ અગ્નિકાંડના આરોપી રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ એમ.ડી. સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનાનો દલ્લો મળી આવ્યો છે.

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો રાજકોટ

અગાઉ ગેમઝોન અગ્નિકાંડના ગુનાની તપાસ વખતે એસીપી ક્રાઈમએ ઓફિસને સીલ મારી દીધું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર, બાલાજી હોલ સામે ટ્વિન્સ ટાવર નામની બિલ્ડીંગમાં સાગઠિયાની ઓફિસ આવેલી છે, ગત મોડી રાત્રે એસીબી ટીમ સાગઠિયાને લઈ અહીં પહોંચી હતી. ઓફિસનું સીલ ખોલતા મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળ્યો હતો. સવાર સુધી કાર્યવાહી ચાલી હતી.

ગત તા.25/5/2024ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર, સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં સાંજના સમયે આગ ભભૂકી હતી. અત્રે અગ્નિ સામક કોઈ સાધનો નહોતા, ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ બીજો દરવાજો નહોતો. જેના કારણે 27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી હતી.

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો રાજકોટ

સરકારે તુરંત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેમાં અધિકારીઓની બેદરકારી પણ ખુલી હતી. સાથે બેદરકાર જણાતા અધિકારીઓ ઉપર તવાઈ બોલાવી સરકારે એસીબી તપાસના પણ આદેશ આપતા ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા અને ત્યારબાદ ટીપીઓ એમ. ડી. સાગઠિયા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કર્યા હતા.

સાગઠિયા સામે ગુનો નોંધતી વખતે એસીબીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ખાતે બનેલ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-1, મનસુખભાઈ ધનાભાઇ સાગઠીયા, વિરૂધ્ધ લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.1/4/2012થી તા.31/5/2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો રાજકોટ

તપાસ દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ હતી. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એ.સી.બી. ના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ. આક્ષેપીતે પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયું છે.

સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક 2 કરોડ 57 લાખ 17 હજાર 359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ 13 કરોડ 23 લાખ 33 હજાર 323 કરેલાનું તપાસ દરમ્યાન ફલિત થયેલ છે. આમ, સાગઠિયાએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10 કરોડ 55 લાખ 37 હજાર 355ની ની વધુ સંપતિ વસાવેલાનું જણાઈ આવેલ છે. જે તેઓની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે.

આ કામે સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી રાજકોટ એસીબી પીઆઈ જે.એમ.આલએ સરકાર તરફે ફરિયાદી તરીકે રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાંમાં ટીપીઓ સાગઠિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા- 2018)ની કલમ-13(1)બી, 13(2) મુજબનો ગુનો નોંધાવેલ છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એ.સી.બી.ના પીઆઈ એમ.એમ.લાલીવાલાને સોંપવામાં આવેલ છે.

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો રાજકોટ

ટીપીઓ સાગઠિયા ટીઆરપી અગ્નિકાંડના ગુનામાં આરોપી છે. એ પછી તપાસ વખતે પોલીસ સમક્ષ ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા તે અંગે અલગથી ગુનો દાખલ થયો હતો. બંને ગુનામાં ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે સાગઠિયાને રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં સાગઠિયાને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને જેલ હવાલે કરાયો હતો. એસીબી પીઆઈ એમ.એમ.લાલીવાલાએ અપ્રમાણસર મિલકતના કેસમાં સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવા કોર્ટમાં માંગણી કરી હતી કોર્ટે મંજૂરી આપતા ગઈકાલે એસીબીએ સાગઠિયાનો જેલમાંથી કબ્જો લીધો હતો.

જે પછી ગઈકાલે મોડી રાત્રે એસીબી ટીમ સાગઠિયાને લઈ તેની ઓફિસે પહોંચી હતી. અહીં ઓફિસમાં રહેલા દસ્તાવેજો અને તિજોરીમાં રહેલા રોકડ, સોનુ, દસ્તાવેજ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છેકે, એસીબીએ કેટલો મુદ્દામાલ કબ્જે કર્યો? તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. પણ સૂત્રોએ જણાવ્યું કે, સાગઠિયાની ઓફિસમાંથી આશરે 5 કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળ્યું છે. જે એસીબીએ કબ્જે કરેલ છે. આગળ એસીબી સત્તાવાર શું વિગતો જાહેર કરે છે તેના પર સૌની નજર છે.

સાગઠિયા આઠ દેશોમાં મોજથી ફર્યાં, ખેતીની જમીન, પેટ્રોલ પંપ, લક્ઝુરિયસ ફાર્મ હાઉસ સહિતની મિલકતો
એસીબીની તપાસમાં ખુલ્યું છે કે, સાગઠીયાએ એકલા કે પોતાના પરિવાર સાથે કુલ 8 દેશોમાં પ્રવાસ કર્યો છે જેમાં દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશિયા, માલદીવ, શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે. તેની મિલકતોમાં 1. રાજકોટ પાસે સોખડા ખાતે જય બાબારી પેટ્રોલ પંપ, 2. રાજકોટ પાસે સોખડા ખાતે 3 ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, 3. ગોંડલ નજીક ગોમટા ખાતે જય બાબારી પેટ્રોલ પંપ, 4. ગોંડલના ગોમટા ખાતે હોટલ બનાવવાનું કાર્ય ચાલુમાં છે, 5. ગોંડલના ગોમટા ખાતે ફાર્મ હાઉસ છે, 6. ગોંડલના ગોમટા ખાતે ખેતીની જમીન છે, 7. ગોંડલના ચોરડી ખાતે ખેતીની જમીન છે, 8. શાપર વેરાવળમાં ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેસ ગોડાઉન, 9. પડધરી નજીક મોવૈયામાં બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ, 10. રાજકોટ યુનિ.રોડ પર અનામીકા સોસાયટીમાં બંગલો (બાંધકામ ચાલુ છે), 11. રાજકોટના માધાપર નજીક આસ્થા સોસાયટીમાં ટેર્નામેન્ટ, 12. અમદાવાદની અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં ફલેટ, 13. અમદાવાદની અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં લા મરીનાયાં ફલેટ, 14. હોન્ડા સિટી 2 કાર સહિત જુદા-જુદા 6 વાહનો છે.

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ….? જાણો રાજકોટ

મુદ્દામાલ મળ્યો તે તિજોરી 450 કિલોની છે
સૂત્રોએ જણાવ્યું કે, સાગઠિયાની ઓફિસ ટ્વિન્સ ટાવરમાં 9મા માળે છે. ઓફિસના નં.901 છે. જે તિજોરી છે તે 450 કિલોની છે. બિલ્ડગમાં અન્ય ઓફિસ ધારકો તરફથી જાણવા મળેલ કે, જ્યારે આ તિજોરી લિફ્ટમાં લાવવામાં આવતી હતી ત્યારે લિફ્ટ તિજોરીનો વજન ખમી ન શકતા લિફ્ટમાં ફોલ્ટ આવી ગયો હતો અને લિફ્ટ બંધ પડી ગઈ હતી.

7 મોટી બેગો ભરી દસ્તાવેજો કબ્જે કરાયા
સૂત્રોએ જણાવ્યું કે, આખી રાત દસ્તાવેજો, રોકડ, સોનુ વગેરે કબ્જે કરવાની કામગીરી ચાલુ હતી. તિજોરી તેમજ ઓફિસના અન્ય ડ્રોવર – ટેબલ માંથી મળેલ જુદી જુદી ફાઈલો કબ્જે કરાઈ હતી. કેટલીક મિલકતોના દસ્તાવેજો પણ મળ્યા હતા. આમ, કુલ મળી દસ્તાવેજ 7 મોટી બેગો ભરી એસીબીએ કબ્જે કર્યાનું જાણવા મળે છે. જેથી આગામી સમયમાં ભ્રષ્ટાચાર અંગે વધુ મોટા ધડાકા થવાની સંભાવના છે.

ઓફિસ સાગઠિયાના ભાઈના નામની, કુલમુખત્યારનામું પોતાના નામે
સૂત્રોએ જણાવ્યું કે, ટ્વિન્સ ટાવર બિલ્ડીંગના નવમા માળે, 901 નંબરની ઓફિસમાં સાગઠિયા પોતાના પ્રાઇવેટ કામો પાર પાડતો હતો. આ ઓફિસ તેના ભાઈના નામની છે. પણ કુલમુખત્યારનામુ સાગઠિયાના નામનું હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી વેલ્યુયરને સાથે રાખી તપાસ કરાઈ
એસીબી સૂત્રોએ જણાવ્યું કે, મોડી રાતે સાગઠિયાને સાથે રાખી એસીબીએ સાગઠિયાની સામે જ એસીપી ક્રાઈમએ મારેલ સીલ તોડ્યું હતું. ઓફિસમાં જઈ તિજોરી ખોલતા જ રોકડ સોનાનો દલ્લો મળ્યો હતો. આ વખતે સરકારી વેલ્યુયરને સાથે રાખી તપાસ કરાઈ હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here