અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું

અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું
અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં રૂ. 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા અનુપમ સ્કૂલમાં અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીએ શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો. લોકસભા ચૂંટણી 2024માં પ્રચંડ જનસમર્થન મેળવીને વિજયી થયા બાદ નવી સરકારમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીનો પદભાર સંભાળ્યા પછી પોતાના સંસદીય મતવિસ્તારના પ્રથમ જાહેર કાર્યક્રમમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલની ભેટ આપવાની મળેલી તકને અમિતભાઈએ સૌભાગ્ય-તક ગણાવી હતી.

અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું સ્માર્ટ સ્કૂલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના બાળકો-વિદ્યાર્થીઓ વિશ્વ સમકક્ષ સમયાનુકૂળ શિક્ષણ મેળવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-2020નો અમલ કરાવ્યો છે.

આ 30 સ્માર્ટ સ્કૂલના લોકાર્પણથી 10 હજારથી વધુ સેવાવસ્તીના ગરીબ અને વંચિત સમુદાયના બાળકોને નવી શિક્ષણ નીતિ અનુરૂપ શિક્ષણનો લાભ મળશે. એટલું જ નહીં, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 69માંથી 59 સ્માર્ટ સ્કૂલો તૈયાર થઈ ગઈ છે અને બાકીની 10 સ્કૂલોનું કામ પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું સ્માર્ટ સ્કૂલ

અમિતભાઈ શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા દિવસોમાં આ સ્માર્ટ સ્કૂલ્સ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મદદરૂપ નીવડશે અને વિકસિત ભારતના નિર્માણ માટેના ભાવિ નાગરિકો આ સ્માર્ટ સ્કૂલમાંથી તૈયાર થશે. ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હર હંમેશ પ્રથમ સ્થાને છે અને રહેશે તેવા હું પ્રયત્ન કરતો રહીશ.

અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું સ્માર્ટ સ્કૂલ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાને હંમેશાં અગ્રતા આપી છે. મુખ્યમંત્રીએ સરકારી શાળાઓની વાત કરતા જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ આપણે બનાવી છે. તેના પરિણામે છેલ્લાં 10 વર્ષમાં અમદાવાદમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

અમિત શાહે 36 કરોડના ખર્ચે બનેલી 30 સ્માર્ટ સ્કૂલોનું ઈ-લોકાર્પણ કર્યું સ્માર્ટ સ્કૂલ

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંસદ સભ્યો હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, મયંકભાઈ નાયક, ધારાસભ્યો, કમિશનર એમ. થેન્નારસન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here