લોકસભા સામાન્ય ચૂંટણી 2024 રાજકોટ કલેકટર હસ્તે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 રાજકોટ કલેકટર હસ્તે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 રાજકોટ કલેકટર હસ્તે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું
 આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને અનુલક્ષીને મતદાતાઓને  ઇ.વી.એમ. મતદાન પ્રક્રિયા અંગે સરળતાથી જાણકારી અને પ્રેકટીકલ અનુભવ મળે તે અર્થે રાજકોટ કલેકટર કચેરી સ્થિત જન સુવિધા કેન્દ્ર ખાતે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર કલેકટર પ્રભવ જોશીના હસ્તે ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકાયું હતું

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે કલેકટર પ્રભવ જોષીએ ઇ.વી.એમ.ની સ્વિચ દબાવી ઇ.વી.એમ.ની કામગીરીની ચકાસણી કરી હતી. અને નિદર્શનની સમગ્ર પ્રક્રિયાનો શુભારંભ કરાવવ્યો હતો.ચૂંટણી અધિકારી ખાચરના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પશ્ર્ચિમ વિધાનસભા મતદાર વિભાગ સહિત રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા મતદાન વિભાગમાં પણ ઇ.વી.એમ.નિદર્શન કેન્દ્ર આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ, દક્ષિણ મામલતદાર ઓફિસ, રાજકોટ ગ્રામ્ય તેમજ લોધિકા, કોટડા સાંગાણી, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા મામલતદાર કચેરી ખાતે અને જસદણ, વિછીયા, ગોંડલ, જેતપુર સેવા સદન ખાતે પણ લોકોને મતદાન પ્રક્રિયા સુવિધાર્થે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે.આ પ્રસંગે મામલતદાર (રાજકોટ શહેર પશ્ચિમ) એમ.ડી. શુક્લ, નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા તેમજ ચૂંટણી સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here