લીલીયા : પીપળવા ગામે નકલી ઘીની ફેકટરી ઝડપાઈ

લીલીયા : પીપળવા ગામે નકલી ઘીની ફેકટરી ઝડપાઈ
લીલીયા : પીપળવા ગામે નકલી ઘીની ફેકટરી ઝડપાઈ
અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. ગત મોડીરાતે લિલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી. એમાંથી 4 આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.સમગ્ર ઘટનાની જાણ થતાંજ અમરેલી ડિવિઝન ડી.વાય.એસ.પી.જગદીશ સિંહ ભંડારી સ્થળ દોડી આવ્યા હતા,આશરે 2200 કિલો ઘી  133 વનસ્પતિ તેલના ડબ્બા મળી 22,80,000 નો મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ.ગુજરાત મહારાષ્ટ્ર અને કાશ્મીર સુધી  નકલી ઘીનો કાળો કારોબાર ચલાવાતા: માસ્ટર માઇન્ડ ફરારમધ રાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પહોંચી ઘીનાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘી નકલી છે. ઘી બનાવવા માટે ફેકટરીમાં કેટલાક લોકો પણ કામ કરતા હતા અને પેકિંગ કરી અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું. વાપીથી લઈ નાગપુર અને કાશ્મીર સુધી આ ઘી પહોંચાડવામાં આવતું હતું. પોલીસે રેડ કરીને લાખોની કિંમતનું નકલી ઘી ઝડપી પાડ્યું હતું. મોટી માત્રામા ઘી હોવાને કારણે મોડી રાત સુધી પેકિંગ સહિતની ગણતરીની કામગીરી પોલીસે કરી હતી.અમરેલીના એસ.પી. હિમકર સિંહે જણાવ્યું હતું કે લીલીયાના પીપળવા ગામે નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.

Read National News : Click Here

2100 કિલો જેટલું નકલી ઘી ઝડપાયું છે, જેની કિંમત 13.56 લાખ થાય છે. જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, મલાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ બધો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 3 લાખ જેટલી થાય છે. ત્યારે આ વનસ્પતિ ઘી અને નકલી ઘી બધું મળીને કુલ 22.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ નકલી ઘી અહીં બનાવવામાં આવતું હતું, એ પીપળવા ગામના એક વ્યક્તિની જમીન છે. ત્યાં એક મિનરલ વોટરના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં મુખ્ય આરોપી આકાશ વીંજવા છે, જે હાલ ફરાર છે. જ્યારે ભરત વસુરભાઈ, સાહિલ ઇસમાલભાઈ, રામભાઈ મશરીભાઈ નૌશાદ શબ્બીરભાઈને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 2100 કિલો નકલી ઘી સાથે કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીલીયા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે…

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here