ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય દુર કરવા રજૂઆત

ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય દુર કરવા રજૂઆત
ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય દુર કરવા રજૂઆત

વન ખાતાના નિવૃત અધિકારીઓએ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું
એક જ કેડર, સમાન કામ, સમાન પહેરવેશ, સમાન ફરજો હોવા છતા ઉચ્ચતર પગારમાં ખુબજ ફેરફાર કર્યાની આવેદનમાં રજૂઆત

રાજ્યસરકારના વન અને પર્યાવરણ વિભાગના તાબા હેઠળની જિલ્લા/તાલુકાઓની ક્ષેત્રીય રેન્જ કચેરીઓના નિવૃત અધિકારીઓએ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, વન ખાતામાં વર્ગ – 3ની વનપાલ કેડર હોવા છતાં 1976માં વનપાલની ભરતી સંદર્ભે વહીવટી ગુંચ દુર કરવા ગુજરાતને હરીયાળુ બનાવવા માટે વિશ્ર્વ બેંકની લોન સહાય મેળવવા તેમજ ખાતામાં ક્ષેત્રીય વન કર્મીઓની અછત દુર કરવા સારૂ રાજય સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન ‘વન વિસ્તરણ મદદનીશ’ કરીને વનપાલની ભરતીના માપદંડો, ફરજ અને પગાર ધોરણ પણ એક સરખા 330-560 પ્રમાણેથી 1977 થી 1984ના વર્ષના લાંબા સમયગાળા સુધીમાં 750 જેટલા વન વિસ્તરણ મદદનીશની બહોળા પ્રમાણમાં ભરતી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પગાર ધોરણ ચુકવવામાં ભેદભાવ રાખેલ છે. તેવા આક્ષેપો કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એક જ કેડર સમાન કામ, સમાન કેડર સમાન પહેરવેશ, સમાન ફરજો હોવા છતા ઉચ્ચતર પગારથી લઇને ખુબજ ફેરફાર કરેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. જે અમને આર્થિક રીતે ધણુ નુકશાન થયેલ છે. ચાલુ પ.વ.અ.ને 20,000 રૂપિયાનું તથા નિવૃત પ.વ.અ.ને રૂા.10,000 તથા જે અવસાન પામેલ 5.વ.અ. છે તેને રૂા.5000નું નકશાન થયેલ છે. તેવુ તેમનું અનુમાન છે તો અમને આર્થિક અને નાણાકીય નુકશાન થયેલ છે. જેથી પુન: વિચારણા કરી યોગ્ય ધટતી કાર્યવાહી કરવા અપીલ કરી છે.

સરકારએ વારંવારની માખિક તેમજ લેખિત માંગણીઓ બાબતે પુખ્ત વિચારણા કરીને તા.10/03/1999ના જાહેરનામાંથી 5.વ.અ.ના ભરતી નિયમો સુધારણા ઠરાવથી વન વિસ્તરણ મદદનીશની કેડરને પ્રમોશન પાત્ર ગણવામાં આવ્યા અને સને 2003થી આર.એફ.ઓ.ની કેડરમાં પ્રથમ પ્રમોશન આપવાનું શરૂ કર્યુ. જેથી ખરેખર પહેલેથી એટલે કે 1986-87 થી જ આર.એફ.ઓ.નું પગાર ધોરણ/પ્રમોશન મેળવવા હકકદાર હતા જ એવું સાબિત થાય જે વન વિસ્તરણ મદદનીશોને 1999 પહેલા જે એનેક્ષર પ્રમાણે પગાર ધોરણ આપવામાં આવ્યું છે તે તમામને આર.એફ.ઓનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 1640-2900 આપવામાં આવે અને 1999 પછી જે વન વિસ્તરણ મદદનીશને 24 વર્ષ પુરા થતાં હોય તેઓને એટલે કે 2002 થી મદદનીશ વન સંરક્ષક(એ.સી.એફ.)નું બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 8000-13500 આપવા માટેના હકારાત્મક અભિગમ સાથેના જરૂરી હુકમો કરવા માટે રાજય સરકારના વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય ગાંધીનગરને રજૂઆત મોકલી આપવા અપીલ કરી છે.

Read About Weather here

સરકારએ વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય બાબતે સરકારના સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત હકારાત્મક અભિગમ અપનાવી સમયાંતરે થયેલ સુધારા / વધારા ને કારણે જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સીનીયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દુર કરવા માટે વ્યાજબી અને ન્યાયી માંગણી સાથેની રજૂઆત ધ્યાને લઇ જરૂરી આદેશો બહાર પાડવા માટે સરકારમાં યોગ્ય તે લખાણ થઇ જવા સાથે કરેલ કાર્યવાહીની અમોને લેખિતમાં જાણ કરવા રાજ્યસરકારના વન અને પર્યાવરણ વિભાગના તાબા હેઠળની જિલ્લા/તાલુકાઓની ક્ષેત્રીય રેન્જ કચેરીઓના નિવૃત અધિકારીઓએ અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here