પરીક્ષા રદ્ એ કોઇ વિકલ્પ નહીં, આરોપીને સજા અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઇએ: યુવરાજસિંહ

પરીક્ષા રદ્ એ કોઇ વિકલ્પ નહીં, આરોપીને સજા અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઇએ: યુવરાજસિંહ
પરીક્ષા રદ્ એ કોઇ વિકલ્પ નહીં, આરોપીને સજા અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઇએ: યુવરાજસિંહ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાત લીધી+
અત્યાર સુધીમાં 11 વખતથી વધુ પેપર ફુંટ્યાની સીબીઆઇ તપાસ કરવા મુખ્યમંત્રી પાસે માંગ
રાષ્ટ્રહિત અને યુવા હિતમાં આગળ આવી સરકાર સમક્ષ રજૂઆત કરી ભરતીમાં થયેલ ગેરરિતીની તપાસ સીબીઆઇ દ્વારા થાય તેવી માંગ કરવા રાજ્યના સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓને રજુઆત
દરેક સમાજના વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારો માટે અવાજ ઉઠાવી રહ્યો છું: યુવરાજસિંહ
પરીક્ષાની પેર્ટન ચેન્જ થવી જોઇએ: ચોક્કસ સિસ્ટમથી જ પેપર ફોડવામાં આવે છે અને પેપર ફુંટવાનું કારણ ડિસ્ટ્રીબ્યુશન હોવાનો આક્ષેપ
યુવરાસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રક્રાંતી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા અને લડત સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલી આવતી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા અને ગેરરીતી થવાના બનાવો સામે આવી રહ્યા છે. આ ગેરરીતી સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે મુહિમ ઉપાડી છે અને મુખ્યમંત્રીને પણ સમગ્ર કૌભાંડની સીબીઆઇ તપાસ માંગ થાય તે માટે રજુઆતો પણ કરાઇ છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, 2014 પછી 11થી વધુ વખત પેપર ફુંટ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તમામ પરીક્ષામાં સીબીઆઇ તપાસની માંગ થવી જોઇએ. જો અહીંના અધીકારીઓ તપાસ કરે તો યોગ્ય તપાસ ન થઇ શકે અને આરોપીને છાવરવામાં આવે ઉપરાતં છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે. ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે.

આ ઉપરાંત એક જ ગામના 18 લોકોને નિમણૂંક આપવામાં આવી, જે અશક્ય છે. ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. ટીમવ્યુઅર અને એનીડેસ્ક જેવા સોફ્ટવેરથી કૌભાડ આચરવામાં આવે છે. આ ભરતી કૌભાડમાં પણ વિસ્તારવાદ જોવા મળે છે. ઉતર ગુજરાતના જિલ્લાઓમાં વધુ ભરતી કાંડ કરવામાં આવે છે અને ચોક્કસ સિસ્ટમથી પેપરને ફોડવામાં આવે છે જેમાં વચેટીયા તરીકે અનેક શિક્ષકો ભાગ ભજવે છે. તેવો આક્ષેપ કર્યો હતો.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષામાં કૌભાંડ થયું હોવાનું પુરવાર થતાની સાથે જ પરીક્ષા રદ કરી દેવામાં આવે છે પણ પરીક્ષા રદ એ કોઇ વિકલ્પ નથી વિદ્યાર્થીઓને ન્યાય મેળવો જોઇએ અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઇએ અને જળમુળમાંથી પરીવર્તન લાવવું જોઇએ અને હાલમાં રાજ્યના તમામ સામાજીક, રાજકીય, શૌક્ષણિક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓને મળીને ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, સમાજના નબળા અને મધ્યમ વર્ગના શિક્ષિત બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટેની મારી લડત અને આપના કાર્યકર તરીકેની ભૂમિકા અલગ અલગ છે.

દરેક સમાજના વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારો માટે હું અવાજ ઉઠાવી રહ્યો છું. સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમવર્ગના પરિવારોના ઉત્સાહી યુવાનોને નજીવા, ટોકન દરે કે નિ:શુલ્ક શિક્ષણ આપી પગભર કરવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર સામાજિક દ્રષ્ટિકોણ ભ્રષ્ટાચારના ભોરીંગ હેઠળ દબાઈ રહ્યો છે ત્યારે સૌ આગળ આવી મારી લડતમાં જોડાય તે માટે અપીલ પણ કરી હતી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારના ઉત્સાહી યુવાનોને નજીવા ટોકન અથવા મફત શિક્ષણ આપી તેને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Read About Weather here

પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકારની ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભાવિ સાથે ચેડાં થઈ રહેલ છે અને સમાજનો નીચો વર્ગ હજુ પણ આ પરિસ્થિતિના કારણે નીચો જાય તો નવાઈ નહિ પરંતુ સમાજના જાગૃત આગેવાન તરીકે આપની અને આપના સમાજની ફરજ છે કે આ યુવાનોને થતાં અન્યાય રોકવા અને તેઓને ન્યાય મળે તે માટે આપે આગળ આવવું પડશે. દરેક સરકારએ રાજયમાં રહેલ સમાજોના વિકાસ અને ઉત્થાન માટે કાર્ય કરવાનું હોય છે . પરંતુ આ પ્રકારના ભરતી કૌભાંડોના કારણે સમાજના નબળા અને મધ્યમ વર્ગને ખૂબ નુકશાન થાય છે . આપને અને આપના સમાજને વિનંતી છે કે રાષ્ટ્રહિતમાં , યુવા હિતમાં આગળ આવી સરકાર સમક્ષ રજૂઆત કરી ઊર્જા ભરતીમાં થયેલ ગેરરિતીની તપાસ સીબીઆઇ દ્વારા તેવી માંગણી કરવા વિનંતી કરી હતી.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here