મુન્દ્રા પોર્ટ પર જહાજમાંથી પાકિસ્તાન આર્મીની સામગ્રી જપ્ત

મુન્દ્રા પોર્ટ પર જહાજમાંથી પાકિસ્તાન આર્મીની સામગ્રી જપ્ત
મુન્દ્રા પોર્ટ પર જહાજમાંથી પાકિસ્તાન આર્મીની સામગ્રી જપ્ત

ભંગારનાં નામે આવેલા 10 ક્ધટેનરમાંથી સૈન્ય સામાન મળ્યો, સનસનાટી: આફ્રિકાથી મુન્દ્રા બંદરે આવેલા સામાન અંગે તપાસનો ધમધમાટ: દેશ અને રાજ્યોની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન અને ઊંડી તપાસ

અવારનવાર શંકાસ્પદ પદાર્થો, જંગી માત્રામાં જાતજાતનાં કેફી દ્રવ્યો અને લશ્કરી સાધન સરંજામ જહાજમાંથી પકડાવાને કારણે સતત ચર્ચામાં રહેતા અદાણી કંપની સંચાલિત કચ્છનું મુન્દ્રા પોર્ટ ફરીથી ચર્ચામાં આવી ગયું છે. મુન્દ્રા પોર્ટ પર એક જહાજનાં 10 ક્ધટેનરમાંથી પાકિસ્તાની આર્મીનો જાણાતો સૌન્ય સરસામાન મળી આવતા સનસનાટી પ્રસરી ગઈ છે. રાષ્ટ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ દ્વારા ઊંડી અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરક્ષા એજન્સીનાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અમદાવાદની સાંઈબંધન ઈન્ફ્રિનિયમ પ્રા.લી કંપની દ્વારા આફ્રિકાથી આયાત કરેલા ભંગારનાં 10 ક્ધટેનરમાંથી સૈન્યનો સામાન મળી આવ્યો હતો. પૂર્વ બાતમીનાં આધારે 200 ટન જેટલા જથ્થાની તપાસ કરવામાં આવતા પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા સૈન્ય સરસામાનનાં અવશેષો મળી આવ્યા હતા. આથી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. એનસીબી ની સાથે સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

પાકિસ્તાની શસ્ત્ર ભંગારનો આ જથ્થો અકાલી દેશોમાં થઇને મુન્દ્રા પોર્ટ પર ઘુસાડવાની કાવતરાખોરી ઉઘાડી પડી છે. એ દિશામાં તપાસ લંબાઈ છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જ આ જથ્થો મળી આવ્યો છે. અત્યારે આપણે ત્યાં પાકિસ્તાની આર્મીનાં સ્કેપ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે. ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી આવતા તમામ સામાન પર કસ્ટમ જકાત બમણી કરી નાખી હતી. આથી આયાતકારોએ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવી લીધું હતું.

Read About Weather here

જેના કારણે હવે પાકિસ્તાનનાં બંદરો પરથી સ્ક્રેપ સહિતનો આવો સરસામાન અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઈનાં માર્ગે મુન્દ્રામાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. જેની કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે. આવો માલ સ્ક્રેપનાં નામે ઘુસાડવાનો કારસો આપણી એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે અને દાણચોરોની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે. રૂ. દોઢ કરોડની કરચોરી પણ બહાર આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here