‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ના અહેવાલ બાદ મનપાના 45 અધિકારીઓની બદલી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અ.મ.ઇ.ની 18 જગ્યાઓ માટે ભરતી બ્હાલ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અ.મ.ઇ.ની 18 જગ્યાઓ માટે ભરતી બ્હાલ

કુછ દિન કી હી ખામોશી હૈ,ફીર તુફાન આયેંગા, યે તો શીર્ફ શરૂઆત હૈ, અબ બદલી કા દૌર આયેગા
અલ્પના મિત્રા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કાયમી ફરજ પર હતા હવે સિટી બસ સંભાળશે
છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ 100થી વધુ અધિકારીઓ ફરજ બજાવે છે! 45 અધિકારીઓની આંતરિક બદલી કરાઇ
ટીપી શાખા સહિતની અનેક શાખાઓમાં વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓની બદલીનું બીજુ લીસ્ટ તૈયાર: સૂત્રો
16 અધિકારીઓ તો છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે કાર્યરત!
2 થી વધુની બદલી કરાઇ
મનપાના વહીવટને મ્યુ.કમિશ્ર્નર દ્વારા સ્થાપિત હિતોથી શુધ્ધ કરવાનું પ્રશંસનીય પગલું
મનપામાં મનગમતા હોદ્દાઓની લહાણીનું આ રહ્યું ચોકાવી દેનારૂ કોષ્ટક
1.અલ્પના મેહુલ મિત્રા (સીટી એન્જીનીયર) આવાસ વિભાગ
2.સાગઠીયા મનસુખ ડી. ( આસી.ટાઉનપ્લાનીંગ સીવીલ-ટીપી શાખા)
3.અમિતકુમાર ચોલેરા (આસી./સાંસ્કૃતિક વિકાસ વિભાગ)
4.રાજુ.બી.અજેશ (આસી.એન્જીનીયર સિવિલ-જેએનએનયુઆરએમ)

મયુર ખીમસુરીયા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)

આકાશ એન. પરમાર (આસી. એન્જીનીયર સિવિલ-ડ્રેનેજ)
7.વિવેક આર. મહેતા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)
8.ભરતકુમાર બોલાણીયા (ડે.એક્સ ઇનજેર સિવિલ-બાંધકામ)
9.હર્ષલ જી.દોશી (આસી.એન્જી. સિવિલ-ટીપી)
10.ઇમરાન એસ. ડેલા (આસી.એન્જી. સિવિલ-બાંધકામ)
11.વિપુલકુમાર એમ. મકવાણા (ડે.એક્સ એન્જી. સિવિલ-ટીપી)
12.મેહુલ એ. રાઠોડ (આસી.એન્જી સિવિલ-આવાસ યોજના)
13.મૌલીક જે.ટાંક (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
14.જતીન એમ. ગેડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
15.વિશાલ એમ.વાગડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
16.ધીરેન નટવરસિંહ કાપડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)

રાજકોટ મહાનગરપાલિકામાં ડઝનથી વધુ અધિકારીઓ ચોક્કસ હોદ્ાઓ પર પાંચ-પાંચ વર્ષથી ચિપકી રહયા હતા. અને આ સિવાય અનેક અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી કેટલાક હોદ્ાઓ પર યથાવત રહયા હોવાથી રાજકોટ શહેરમાં અને જાણકાર વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા, અનુમાનો અને અટકળોના પવન ફુંકાવવા લાગ્યા હતા.આ અંગે સૌરાષ્ટ્ર ક્રાંતીએ અલગ અલગ અહેવાલ પ્રસિધ્ધ કરીને તંત્રનું ધ્યાન દોર્યુ હતુ. સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો હોય એવું અધિકારીઓના હોદ્ાઓના વર્ષોનું કોષ્ટક જોતા સ્પષ્ટ નજરે તરી આવે છે. મલાઇદાર અને મનપસંદ હોદ્ાઓ પર ચોક્કસ અધિકારીઓને નિયમની ઐસીતૈસી કરીને બેસાડી રાખવા પાછળ કોના આર્શીવાદ છે, કોના કયાં પ્રકારના હિત સમાયેલા છે? એ જાણવાનો રાજકોટની જનતાને અધિકાર છે. પરંતુ અત્યારે તો આ વિષય પર મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર થતું નથી અને રહસ્ય ધેરાતુ જાય છે. સહિતના પ્રશ્ર્નો તંત્ર સામે ઉઠાવ્યા હતા ત્યારે ગઇકાલે મ્યુ કમિશનરે બદલીના ઓર્ડર જાહેર કર્યા છે અને 44 જેટલા અધીકારીઓની અરસ પરસ બદલી કરી દેવામાં આવી છે અને ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’નો અહેવાલ વધુ એક વાર સચોટ ઠર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

16 અધિકારીઓતો પાંચ-પાંચ વર્ષથી એકની એક જગ્યા પર ફરજ બજાવી રહયા હતા જેમાંથી 2 થી વધુની બદલી કરી દેવામાં આવી છે. અલ્પનાબેન મિત્રા નામના એક અધિકારી સિટી એન્જીનીયર છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કામગીરી કરી રહયા છે. એમની બદલી નહીં કરવા પાછળનો પણ કોઇ તર્ક સમજાતો ન હતો પણ તેની બદલી સિટી બસમાં કરી દેવામાં આવી છે. મનસુખભાઇ સાગઠીયા તેઓ ટીપીમાં આસીસ્ટન્ટ ટાઉન પ્લાન્ટ સિવિલ તરીકે ફરજ બજાવી રહયા છે. જો કે એ જુદી વાત છે કે, ટીપી સ્કીમમાં આવતા એક પણ નિયમનું પાલન અહીં કરવામાં આવતું નથી. છતાં કોઇની હેસીયત નથી કે આ અધિકારીને અહીથી કોઇ તસુભાર પણ હટાવી શકે. એમને પણ કોઇને કોઇ રાજકીય ગોડ ફાધરના આર્શીવાદ મળતા જ હશે એવી ચર્ચા છે. આ અધીકારીનું હાલમાં બદલીમાં નામ નથી પણ આગામી દિવસોમાં બીજો ઘાણવો નીકળે ત્યારે તેનુ નામ આવી જાય તેવી ચર્ચાઓ થઇ રહી છે. 3 વર્ષ કરતા વધુ સમયથી એક જ શાખા અને હોદ્ામાં ફરજ બજાવતા અધિકારીઓમાંથી 40 થી વધુની બદલી કરી દેવામાં આવી છે.

અગાઉ આવા તમામ અધિકારીઓને અલગ-અલગ નેતાઓના છુપા આર્શીવાદ મળતા હોય તેવી ચર્ચા મનપાના પરિષરમાં સંભળાતી હતી. ચિપકુ અધિકારીઓ એક જ જગ્યા પર બેઠા રહયા છે અને હટાવી શકાતા નથી. તેની પાછળનું એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે, સમય અને સંજોગો મુજબ બલકે અણીના સમયે અધિકારીઓ વહાલા વહાલા થવા માટે નેતાઓના ઘરે પહોંચી જતા હોય છે અને આર્શીવાદનો બુસ્ટર ડોઝ મેળવીને પોતાની ખુરશી સાચવી રાખવામાં સફળ થઇ જતા હોય છે. આ રીતે પગ ચંપી અને પીઠ ખંજવાળવાની આ ખુબ જ ભેદી અને રહસ્યમય ગાડી અવિરત ચાલતી રહે છે, તેના સીડયુલમાં કોઇ પરીવર્તન આવતું નથી. પણ આ તમામ વાતને મનપા કમિશ્ર્નરે ખોટી સાબીત કરીને બદલી કરી બતાવી છે.

નવી બદલીમાં જોઇએ તો આવાસ યોજના સિનિયર સિટી ઈજનેર એચ.યુ. દોઢિયાને બ્રિજ સેલ ઉપરાંત આવાસ વિભાગની જવાબદારી આપી છે તેમજ શાળા અને મોટા બાંધકામો જે તે ઝોનના સિટી ઈજનેરને સોંપાશે. ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર, આજી રિવરફ્રન્ટ, અર્બન ફોરેસ્ટ સહિતની વાય. કે. ગોસ્વામીને ઘણી સત્તા હતી પણ તેમને સત્તાથી મુક્ત કરી સ્માર્ટ સિટીના જનરલ મેનેજર બનાવ્યા છે. તેમના સ્થાને ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર તરીકેનો ચાર્જ ના.કા.ઈ. પી.ડી. અઢિયાને અપાયો છે, જ્યારે અમૃત મિશન વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કે.એસ. ગોહેલને તેમજ એમ. આર. કામલિયા પાસે રહેલો રેસકોર્સ સંકુલ ડેવલપમેન્ટની જવાબદારી તે જ ઝોનના સિટી ઈજનેર એચ. એમ. કોટકને અપાઈ છે. આ ઉપરાંત 41 ડે. ઈજનેરની બદલી કરાઈ છે. ટેક્નિકલ વિજિલન્સમાં શેઠની નિમણૂક કરાઈ છે. જ્યારે હિમાંશુ દવેને વોર્ડ નં.1ના એન્જિનિયર બનાવાયા છે.‘સૌરાષ્ટ્ર ક્રાંતી’એ અહેવાલ પ્રસિધ્ધ કર્યાની ગણતરીની કલાકોમાં બદલીની જાહેરાત

Read About Weather here

રાજકોટ તા.10: રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે છતાં તેની બદલી ક્યાં કારણોસર નથી કરાઈ રહી તે લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. અને આ અંગે સૌરાષ્ટ્ર ક્રાંતીએ તંત્રનું અનેક વખત ધ્યાન દોર્યુ હતું. મહાનગરપાલિકાની કામગીરીને લઈને ચર્ચાના ચકડોળે ચગેલા કેટલાક અધિકારીઓ ફિલ્ડ વર્કમાં જવાને બદલે ઓફિસમાં બેસી કામગીરી કર્યાનો સંતોષમાની લેતા હોય છે! રોડ-રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, ગેરકાયદેસર બાંધકામો સહિતની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છતાં વર્ષોથી એક જ ટેબલ પર ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી કોના છુપા આશીર્વાદથી નથી કરાઈ રહી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. અને ગઇ કાલે સૌરાષ્ટ્ર ક્રાંતીએ લખ્યું હતું કે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓનું લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે તેમજ ચર્ચાના ચકડોળે ચડેલા કેટલાક અધિકારીઓની બદલી થઇ રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, વર્ષોથી એક જ જગ્યા ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી થવી જ જોઈએ અને મનપા કમિશ્ર્નર દ્વારા પ્રસિધ્ધ થયાની થોડી જ કલાકોમાં બદલીની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સૌરાષ્ટ્ર ક્રાંતીનો અહેવાલ વધુ એક વાર સચોટ ઠર્યો છેે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here