આહવા કોલેજ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાયો

આહવા કોલેજ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાયો
આહવા કોલેજ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવા, ડાંગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવના શ્રેષ્ઠ ભારત કે પંચપ્રકલ્પ અંતર્ગત પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળસંરક્ષણ સમિતિ અને ઉત્તર ડાંગ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ફોરેસ્ટ કેમ્પ સાઈટ મહાલ ખાતે ત્રિ-દિવસીય સ્વચ્છતા અને પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કોલેજના 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા ટ્રેનર અને ગાઈડ વિપુલભાઈ અને વસંતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, પ્રકૃતિનું જ્ઞાન પુરું પાડ્યું હતું અને કેમ્પના હેતુનો પરિચય કરાવ્યો હતો. કેમ્પના બીજા દિવસે સમિતિના સભ્યો તથા આચાર્ય ડો.યુ.કે.ગાંગુર્ડેનાં માર્ગદર્શન હેઠળ વનપરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા જંગલમાં ટ્રેકિંગ લાઈન ઉપર દોરી જઈ જંગલના વિવિધ વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ, પ્રાણીઓની વિવિધ જાતિઓ, તેમની લાક્ષણિકતાઓ, ઉપયોગિતાઓ, તેમની વિશેષતાઓ વિશે ઉંડાણ પૂર્વકનું જ્ઞાન પુરું પાડ્યું હતું. સાથે સાથે પર્યાવરણિય જ્ઞાન રચનાત્મક રમત રમાડીને આપ્યું હતું અને શાંત સમયનું મનન કરાવી માનસિક શાંતિનો અદભૂત અનુભવ કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here