હાથીખાનામાં ચાર વાહનોમાં તોડફોડ કરનાર એક ઝડપાયો, બેની શોધ

હાથીખાનામાં ચાર વાહનોમાં તોડફોડ કરનાર એક ઝડપાયો, બેની શોધ
હાથીખાનામાં ચાર વાહનોમાં તોડફોડ કરનાર એક ઝડપાયો, બેની શોધ

સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓ ઓળખાયા
પથ્થરમારો કરી અને ડીસમીસના ઘા ઝીંકી ત્રણ કાર અને બાઈકમાં તોડફોડ કરી હતી

મંગળવારે હાથીખાના મેઈન રોડ પર ત્રણ કાર સહિત કુલ ચાર વાહનમાં તોડફોડ કરી ભય ફેલાવનાર ત્રણ આરોપીઓમાંથી એકને એ – ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે ઝડપી લઈ બાકીનાં બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત માહિતી મુજબ હાથીખાના મેઈન રોડ ઉપર રામમઢી પાસે રહેતા રાજકીય આગેવાન ગૌતમ કાનગડની બે કાર , પાડોશમાં રહેતા નિલેશભાઈ સોનીની એક કાર ઉપરાંત એક બુલેટ મોટર સાયકલમાં ગઈકાલે વહેલી સવારે એક્ટીવા પર આવેલા ત્રણ શખ્સોએ પથ્થરમારો કરી

અને ડીસમીસનાં ઘા ઝીકી તોડફોડ કરી હતી. જે અંગે આજે જાણ થતાં એ.ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસનાં હાલનાં હાથવગા હથીયાર સીસીટીવી ફુટેજનાં આધારે તપાસનાં અંતે પોલીસે ત્રણેય આરોપીઓને ઓળખ કરી લીધી હતી.

જેમાંથી એક આરોપી નોહીન ઉર્ફે નોયલો નઝીરખાન પઠાણ (ઉ.વ.29, રહે. રામનાથપરા હુસેની ચોક) ને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં ઘાંચીવાડનાં આફતાબ આલમ અને શાહબાઝ ઉર્ફે બાઘો સલીમ મેમણની સંડોવણી ખુલી હતી.

Read About Weather here

આ બન્ને આરોપીઓ તત્કાળ હાથમાં નહી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગુનામાં વપરાયેલું એક્ટીવા પણ પોલીસે કબ્જે કર્યું હતું. આરોપીઓની ઓળખ થઈ બાદ એ.ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here