મનપાની વેરા વસુલાત શાખા એક્શન મોડમાં :22 મિલ્કતો સીલ કરી

મનપાની વેરા વસુલાત શાખા એક્શન મોડમાં :22 મિલ્કતો સીલ કરી
મનપાની વેરા વસુલાત શાખા એક્શન મોડમાં :22 મિલ્કતો સીલ કરી

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ આજે બાકી મિલકત વેરો વસુલાત ઝુંબેશ અંતગર્ત કાર્યવાહી કરી કુલ 22 મિલકતોને સીલ કરી અને રૂ.27.79 લાખની રીકવરી છે.

વોર્ડ નં- 1માં જાસલ કોમ્પ્લેક્ષમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.05 લાખ રીકવરી, વોર્ડ નં- 2માં 2- કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.21 લાખ રીકવરી, વોર્ડ નં- 3માં શિવકુંજ વિદ્યામંદિરને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 4માં લાતી પ્લોટ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજારની રીકવરી. વોર્ડ નં- 5માં કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રીકવરી. વોર્ડ નં- 6માં દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના રૂ. 78 હજારના બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે. વોર્ડ નં- 7માં દિવાનપરામાં આવેલ ‘ધાધલ કોમ્પ્લેક્ષ’માં ઓફીસ નંબર-302 સીલ કરેલ છે.

કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.23 લાખ રીકવરી. ધનરાજ હોટેલના બાકી માંગણા સામે રૂ. 5.13 લાખ રીકવરી. વોર્ડ નં- 10માં કાલાવાડ રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.54 લાખ રીકવરી. વોર્ડ નં- 13માં ચંદ્રેશ નગર મેઇન રોડ આવેલ કોમર્શીયલ યુનિટના રૂ. 1.62 લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 14.61 લાખ રીકવરી. વોર્ડ નં- 14માં મનસા તીર્થ એપાર્ટમેન્ટમાં 7 દુકાનોને સીલ કરેલ છે.

ભાડલા વાળા પેટ્રોલિયમ (ઇઙઈક)ના રૂ. 55 લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડ નં- 15માં મીરા એસ્ટેટમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.62 લાખ રીકવરી કોઠારિયા રીંગ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 40 હજાર રીકવરી કરી હતી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર આર.એમ. ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here