ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા સમિતિનું સ્નેહમિલન

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા સમિતિનું સ્નેહમિલન
ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા સમિતિનું સ્નેહમિલન

પત્રકારોના હિતમાં અનેક નિર્ણયો લેવાયા, 15મી બાદ સદસ્યતા અભિયાન
પત્રકાર કલ્યાણનીધિનો પ્રારંભ: એક વર્ષમાં રૂ.5 કરોડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક
રાજકોટ: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડીયા અને દિનેશભાઈ જાવિયાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાત લઇ વિસ્તૃત માહિતી આપતા તસ્વીરમાં નજરે પડે છે.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્નેહ મિલનની સફળતા બાદ ગુજરાત ભરના પત્રકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પત્રકાર મિત્રો માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સરકાર સાથે સંવાદ સ્થાપિત કરી નવી પહેલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકારોને પ્રતિનિધી મંડળ સમક્ષ હકારત્મક આશ્ર્વાસન આપવામા આવતાં આ બાબતને લઇને ગુજરાતનાં પત્રકાર જગતમાં નવી આશાનો સંચાર થયો છે.

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વિશ્ર્વ ઉમિયા ધામનાં પ્રણેતા આર. પી. પટેલ દ્વારા રૂ.51000/- નાં અનુદાન સાથે ‘પત્રકાર કલ્યાણ નિઘી’ ખુલ્લી મુકવામાં આવેલ છે.

જેના દ્વારા એક વર્ષમાં પાંચ કરોડની નિધી સંગઠન દ્વારા એકત્રીત કરવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે. જેને લઇને પત્રકારો ખાસ્સા ઉત્સાહિત છે. પત્રકાર કલ્યાણ નિધીનો ઉદ્દેશ્ય પત્રકારોની સરકાર પરની નિર્ભરતા ઓછી કરીને પત્રકારોને સ્વનિર્ભર બનાવવાનો છે.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાતમાં ફુલ ટાઇમ પત્રકારત્વ વ્યવસાય સાથે જોડાયેલા પત્રકારોને સમિતિ સાથે જોડવાના ઉદ્દેશ્યથી આગામી 15 જાન્યુઆરી બાદ ખાસ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત સંગઠનનાં હોદેદારો દ્વારા જિલ્લા વાઈઝ પત્રકાર સંમેલનો યોજવામાં આવશે. આ જિલ્લા સંમેલનોની શરુઆત ગુજરાતનાં ગોલ્ડન કોરિડોરનાં મહત્વનાં અંગ ગણાતા ભરૂચ જિલ્લાથી કરવામાં આવશે. પત્રકારોમાં પત્રકારત્વ

અને કાયદાકિય બાબતોની જાણકારી વધે તે હેતુથી ઝોન અને જિલ્લા કક્ષાના વર્કશોપ અને સેમિનારો પણ આયોજિત કરવામાં આવશે જેમાં રાજ્ય અને દેશભર માંથી પત્રકારત્વ ક્ષેત્રનાં તજજ્ઞોને નિમંત્રિત કરવામાં આવશે. પત્રકાર અને પત્રકાર પરિવારો માટે અનેક ફાયદાકારી યોજનાઓ અમલમાં મુકવા હાલ રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, સલાહકારો દિલીપભાઇ પટેલ, હિમાંશુભાઈ શાહ,

Read About Weather here

કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર,પ્રદેશ સંયોજક મીનહાજ મલિક, સંરક્ષક મુકેશ પટેલ, ભાવેશ મકવાણા, ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, વિમલ મોદી,ઝોન ઇન્ચાર્જ કુમાર હીંગોળ, વિનોદ મેઘાણી, ભાવિક અમીન, સુજલ મિશ્રા તથા પ્રદેશ કોર કમિટી સદસ્યો અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં હોદેદારો દ્વારા વિવિઘ આયોજનો પર સમીક્ષા કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here