જેકલીનને મુંબઈ એરપોર્ટ પર રોકી…!

જેકલીનને મુંબઈ એરપોર્ટ પર રોકી…!
જેકલીનને મુંબઈ એરપોર્ટ પર રોકી…!
મુંબઈ એરપોર્ટથી જેક્લિન ફર્નાંડિઝ દુબઈ જઈ રહી હતી. ત્યારે એરપોર્ટ પર EDએ અભિનેત્રી જેક્લિનને રોકી હતી. પૂછપરછ પછી જેક્લિનની અટકાયત કરવામાં આવી છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે એલઓસી (લુક આઉટ સર્ક્યુલર)ના કારણે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુકેશ ચંદ્રશેખરની સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી છે. પૂછપરછ તેની અટકાયત કરવામાં આવી છે. 200 કરોડ મની લોન્ડ્રીંગ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે.

અભિનેત્રી દુબઈ એક શો માટે જઈ રહી હતી. જેક્લિનને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવશે. મહત્વનું છે કે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝના સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના અહેવાલો સામે આવ્યા હતા.

જેના પછી EDએ આ કાર્યવાહી કરી છેEDએ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય એજન્સીને સુકેશ અને ફર્નાન્ડીઝ વચ્ચેના નાણાકીય વ્યવહારો દર્શાવતા મળ્યા છે.

મળતી માહિતી મુજબ સુકેશ પાસેથી અભિનેત્રીને કેવી રીતે રૂપિયા મળતા હતા, તેની તપાસ ચાલુ છે. આ બાબતે જેક્લિનની ફરી પૂછપરછ થશે.ચાર્જશીટમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read About Weather here

ઈ.ડી.ના જણાવ્યા અનુસાર સુકેશ અને જેકલીનની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી. સુકેશે જેકલીનને 10 કરોડની ભેટ પણ આપી હતી. જેમાં જ્વેલરી, ડાયમંડ, 36 લાખની ચાર પર્શિયન બિલાડીઓ અને 52 લાખની કિંમતનો ઘોડો સામેલ છે. સુકેશ જેલમાં હતો ત્યારે જેક્લીન સાથે ફોન પર વાત કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here