રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે ?

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે ?
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે ?

સમરસ પેનલના પ્રમુખ સહિતના તમામ ઉમેદવારો એ પૂજા અર્ચના કરી ઢોલ-નગારા સાથે ફોર્મ ભર્યું
એડવોકેટ અર્જુન પટેલે પ્રમુખપદ, ઉપપ્રમુખ માટે બિમલ જાની, સેક્રેટરી માટે પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દિવ્યેશ મહેતા અને ટ્રેઝરર માટે ડી.બી.બગડા તેમજ લાયબ્રેરી સેક્રેટરી માટે અજય જોષીની દાવેદારી: બહુમુખી પ્રતિભા ધરાવતા વકીલોનો જીતનો દાવો

આગામી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં વિવિધ ક્ષેત્રોમાંથી બહુમુખી પ્રતિભા ધરાવતા એડવોકેટએ જીનીયસ પેનલમાં પોતાની દાવેદારી નોંધાવી છે.
રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ ર0રર માટેની ટીમની ચૂંટણી 17 ડિસેમ્બર ર0ર1 ના રોજ થવા જઇ રહેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તમામ ક્ષેત્રોમાં એટલે કે ક્રિમીનલ, સિવિલ, રેવન્યુ, એમ. એ. સી. પી., લેબર, ક્ધઝયુમર, જુનિયર એડવોકેટ એસોસીએશન જેવા તમામ ક્ષેત્રોમાં બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા અને સારી નામના મેળવેલ એવા કુલ 6 શ્રેષ્ઠીઓએ શનિવારે એક સાથે અને એક સુરે અવાજ મેળવી અને એક જીનીયસ પેનલની જાહેરાત કરી હતી

અને જાહેરાત બાદ તમામ ઉમેદવારોએ પોતાના અલગ – અલગ ક્ષેત્રોના ધારાશાસ્ત્રી મિત્રોને ખુબ મોટી સંખ્યામાં હાજર રાખી અને ભવ્ય સન્માનપુર્વક રાજકોટ બાર એસોસિએશનના રૂમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવેલ હતી.

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ બાજી મારશે ? રાજકોટ

ત્યારે આજે સમરસ પેનલના પ્રમુખ સહિતના તમામ ઉમેદવારો એ પૂજા અર્ચના કરી ઢોલ-નગારા સાથે તથા સમર્થકોની હાજરીમાં ફોમ ભર્યું હતું. સમરસ પેનલમાં પ્રમુખ પદ પર ભગત અમિત કુમાર, ઉપ પ્રમુખ પદ પર જાડેજા સીધરાજસિંહ,

સેક્રેટરી પદ પર દિલીપ મહેતા, જોઈન્ટ સેક્રેટરી પદ પર ધર્મેશ સખીયા, ખજાનચી પદ પર જીતેન્દ્ર પરેખ, લાઈબ્રેરી સેક્રેટરી પદ પર સુમિત વોરાએ આજે ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુ કર્યા હતા.

આ ઉપરાંત રાજકોટ બાર એસો. ની ચૂંટણીમાં ડો.જીગ્નેશ જોશીએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે જો આ વર્ષે ચૂંટણીમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો રાજકોટના વકીલો માટે કાર્ય યોજનાઓ પણ જાહેર કરી હતી.

અલગ ક્ષેત્રોના ધારાશાસ્ત્રી મિત્રોને ખુબ મોટી સંખ્યામાં હાજર રાખી અને ભવ્ય સન્માનપુર્વક રાજકોટ બાર એસોસિએશનના રૂમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવેલ હતી.
આ જીનીયસ પેનલના મુખ્ય દાવેદારોમાં પ્રમુખપદે ખુબ

જ સિનિયર એડવોકેટ અર્જુનભાઇ પટેલ કે જેઓને ક્રિમિનલ સિવિલ અને રેવન્યુ ક્ષેત્રમાં ખુબ સારી પકડ ધરાવતા હોઇ તેઓએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે સિવિલ અને રેવન્યુ ક્ષેત્રમાં ખુબ સારી નામના ધરાવતા અને ખુબ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા બિમલભાઇ જાનીએ ઉપપ્રમુખપદના હોદા પર પોતાની દાવેદારી નોંધાવી છે.

ભુતપૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી અને ભુતપુર્વ સરકારી વકીલ રહી ચુકેલા ખુબ જ સિનિયર એડવોકેટ એવા પી. સી. વ્યાસ સેક્રેટરી પદ માટે પોતાની સારી નામના ધરાવતા દિવ્યેશભાઇ મહેતાએ જોઇન્ટ સેક્રેટરીના પદ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.

અજાતશત્રુ એવા અને સર્વે ક્ષેત્રમાં લોકપ્રિય એવા લોકલાડીલા ઉમેદવાર ડી. બી. બગડાએ ખજાનચીના પદ પર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. સામાજીક ક્ષેત્રમાં જેમનું ઉમદા યોગદાન છે

Read About Weather here

તેવા રેવન્યુ અને એમ. એ. સી. પી.માં વકીલાત કરતા સીની. એડવોકેટ અજયભાઇ જોશીએ લાઇબ્રેરી સેક્રેટરી પદ ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here