આખલાનો આતંક…!

આખલાનો આતંક…!
આખલાનો આતંક…!
ભાવનગર શહેરના સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારનો આખલાના આતંકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક આખલો રોડ પર એક ઘર નજીક ઊભો છે, જે રસ્તા પર અવરજવર કરતા લોકોને અડફેટે લેવાની ફિરાકમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો છે, જેમાં એક આધેડને ઘરની બહાર નીકળતાં જ એક આખલો પોતાનાં શિંગડાંમાં ઊચકી લે છે

અને ઢસડીને આશરે દસ ફૂટ દૂર લઇ જઇ પોતાનાં શિંગડાં અને પગ વડે ખૂંદી નાખે છે. જોકે સદનસીબે ઘરમાંથી પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવતાં આધેડનો જીવ બચી જાય છે.

એવામાં એક આધેડ ઘરની બહાર જેવા નીકળ્યા એવા આખલાએ પોતાના શિંગડામાં ઊચકી લીધા અને થોડાક અંતર સુધી ઢસડ્યા, ત્યાર બાદ આધેડને નીચે જમીન પર પાડી દઈ 30 સેકન્ડ સુધી તેમની પર હુમલો કરતો રહ્યો હતો. જોકે સદનસીબે પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવ્યાં અને જીવ બચી ગયો.

આ ઘટનામાં આધેડને બચાવવા જતાં એક મહિલાને પર પણ આખલાએ હુમલો કરી પાડી દીધી હતી. એ શહેરના કાળાનાળા, જશોનાથ સર્કલ, શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, ચિત્રા રોડ, સંત કવરામ ચોક, મહિલા કોલેજ, કેર્સંટ સર્કલ સહિતના વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ રોડ પર અડિંગો જમાવી બેસી જતાં હોય છે,

Read About Weather here

તેથી વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ભાવનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ રખડતાં ઢોર પકડવાનો દાવો પોકળ સાબિત થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here