આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.બોમ્બે હાઇકોર્ટે શાહરુખના દીકરાને જામીન આપ્યા, 26 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

આર્યન તરફથી પૂર્વ ઍટર્ની જનરલ ઓફ ઇન્ડિયા મુકુલ રોહતગી કેસ લડી રહ્યા છે

2. આંદોલનકારી પોલીસ પરિવાર સાથે સરકારની બેઠક, બે મહિનામાં માંગણી સંતોષવાની ખાતરી, છતા આખરી નિર્ણય CM લેશે

પોલીસ આંદોલન મામલે ગૃહમંત્રી, DGP અને પોલીસ પરિવાર વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી

બેઠક બાદ મહિલાઓએ કહ્યું, સરકારે બે મહિનામાં માંગણી સંતોષવાની ખાતરી આપી છે, હવે આપણે સૌ ઘેર જઈએ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ‘મારા પપ્પાનો પગાર વધારો’ના સૂત્રોચ્ચારો સાથે વડોદરામાં પોલીસકર્મીઓના બાળકો આંદોલનમાં જોડાયા, થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો

વડોદરા રેલવે એસપી ઓફિસ ખાતે પણ પોલીસ પરિવારોએ વિરોધ પ્રદર્શન કર્યું

4. રાજ્યસભાના MPએ કહ્યું- સેનેટની ચૂંટણીમાં મામા-માસીના ન લેવાય તે માટે CMને રજુઆત કરીશ, પેધી ગયેલા સિન્ડિકેટોને બે હાથ જોડું છું કે સ્વૈચ્છિક પદ છોડે

સેનેટની ચૂંટણીમાં નો રિપીટની થિયરી અપનાવવી જોઇએ તે અંગે પણ રજુઆત કરીશ

ગઇકાલે કુલપતિને મળવા ગયો ત્યારે પોલીસનું વર્તન વિદ્યાર્થીઓ પ્રત્યે ગુંડા તત્વોનું હોય તેવું લાગ્યું

5. અમદાવાદમાં ખાનગી કોલેજોએ BBA-BCA અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોએ B.COMમાં સીટ વધારવા માંગણી કરી

તમામ સીટ ભરાયા બાદ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહે તો જ સીટ વધારીશું- યુનિવર્સિટી

6. અખાતી દેશોમાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર નોકરાણીની લે-વેચ થાય છે, એપલે ઍપ હટાવી પણ કાર્યવાહી નહીં

ગરીબ દેશોની મહિલાઓ ડોમેસ્ટિક હેલ્પના નામે જાય છે

7. સલમાન ખાન રોજ ફોન કરીને શાહરુખને સાંત્વના આપે છે, ‘ભાઈજાન’ના પેરેન્ટ્સ આર્યનને જામીન મળે તે માટે દુઆ કરે છે

એક સમયે શાહરુખ-સલમાન એકબીજાના કટ્ટર દુશ્મન હતા, આજે ખાસ મિત્રો છે

8. ભારતની સેનાની તાકાતમાં મોટો વધારો: બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું :5000 કિમી દૂરનું નિશાન પાર પાડી શકવા સક્ષમ

એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળતાપૂર્વ લોન્ચ: ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધા બેચેન : આ મિસાઇલની વાસ્તવિક રેન્જ કેટલી છે ? બંને દેશોમાં ચર્ચા

Read About Weather here

9. મોંઘવારીથી જનતા બેહાલ

ડિટર્જેન્ટ પાઉડર સહિત મોટા ભાગની વસ્તુઓના ભાવમાં ૧૧ ટકાનો વધારો

10. શેરબજારમાં 1300 પોઈન્ટનો પ્રચંડ કડાકો: ભારે વેચવાલી

વિદેશી સંસ્થાઓનું મોટાપાયે વેચાણ આવતા ગભરાટ: ઓકટોબર વલણનો અંતિમ દિવસ હોવાથી ઓપરેટરોનો પણ માલ ફુંકાયો: સેન્સેકસ 60,000 તથા નીફટી 18000 ની નીચે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here