આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. પાલિતાણામાં માતા એક્ટિવા લઈ સંતાનોને શાળાએ મૂકવા જતાં પાણીમાં તણાયાં, પુત્ર-પુત્રીનાં મોત, માતાનો બચાવ

  માતા બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં ત્યારે ઘટના બની. નાળામાં એક્ટિવા તણાતાં બંને બાળકો પાણીમાં ગરકાવ થયાં

2. આજે સાંજે 6 વાગ્યાથી ઓલા ઇ-સ્કૂટરનું વેચાણ શરૂ થશે, ડાઉન પેમેન્ટ કર્યાં વગર ઇ-સ્કૂટર ખરીદો, જો EMI ઓપ્શન પસંદ કર્યો તો સ્કૂટર કેટલું મોંઘું પડશે ચેક કરી લો

  ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર S1 અને S1 પ્રોનું વેચાણ આજે સાંજે એટલે કે 8 સપ્ટેમ્બરથી 6 વાગ્યાથી શરૂ થશે. આ સ્કૂટર કંપનીએ 15 ઓગસ્ટના રોજ લોન્ચ કર્યું હતું. સ્કૂટરની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, ટોપ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 1,29,999 રૂપિયા છે.

Visit Saurashtra Kranti Homepage here

3. ટાટા મોટર્સ ભારતમાં 8 નવી ઇ-કાર લાવશે, કંપની 4માંથી એક કાર ઇલેક્ટ્રિક બનાવશે, બેટરીના ભાવ 30% ઘટવાથી ઊટ સસ્તી મળશે

  હવેનું ભવિષ્ય EV છે એ આપણે સૌ જાણીએ છીએ અને એટલે જ અત્યારથી ઓટોમોબાઇલ કંપનીઓ માર્કેટમાં બેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉતારવાની હોડમાં લાગી ગઈ છે. ટાટા મોટર્સની નેક્સન EVની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા કંપની ભારતમાં ઊટની રેસમાં ઉતરવાનો પ્લાન બનાવી રહી છે. ટાટા નેક્સન ઊટ ભારતમાં બેસ્ટસેલિંગ EV તરીકે જાણીતી છે.

4. ગુજરાતમાં નવરાત્રિની ફિક્કી તૈયારી, પણ વિદેશમાં ધૂમ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઇ, કુવૈત અને સિંગોપોરમાં ચણિયાચોળી, ટ્રેડિશનલ ડ્રેસની માંગ

  અફઘાનિસ્તાનની જ્વેલરી અને હેન્ડિક્રાફ્ટ મટીરિયલ્સની ડિઝાઇન જોવા નહિ મળે

5. નેશનલ ડિફેન્સ એકેડમીની પરિક્ષામાં હવે છોકરીઓ પણ સામેલ થશે, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને નિર્ણયની માહિતી આપી

  નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને નેવલ એકેડમીમાં છોકરીઓની એન્ટ્રીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને આ વિશેની માહિતી આપી છે.

6. આ મહિને લિન્ક કરાવી લો પાન-આધાર, નહીં તો આપવો પડી શકે છે 10 હજાર દંડ; આમ ચેક કરો પાન-આધાર લિન્ક છે કે નહીં

 કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે લિન્ક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તારીખ સુધી આધાર-પાન લિન્ક ન કરવા પર તમારો પાન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવાશે. ઈનઓપરેટિવ પાનનો ઉપયોગ કરવા પર તમારા પર 10 હજાર રૂપિયા દંડ લાગી શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર-પાન લિન્ક કરવાના રહેશે.

7. ઓટો સેલ્સ ગણેશ ચતુર્થી પર 15થી 25 ટકા વધવાની શક્યતા: ઓટો કંપનીઓ

  કોવિડની બીજી લહેરમાં મંદીનો માર સહન કરી રહેલા ઓટો સેક્ટરને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે 15થી 25 ટકા વેચાણો વધવાનો આશાવાદ છે. ઓગસ્ટમાં શરૂ થયેલા તહેવારોના પગલે ઓટો સેલ્સ 14 ટકા વધી 13,84,711 યુનિટ રહ્યા છે. પેસેન્જર વાહનોના રિટેલ વેચાણો ઓગસ્ટમાં 39 ટકા વધી 2,53,363 યુનિટ રહ્યાં હતાં.

8. કેનેડાની લેલાહ ફર્નાંડિઝની સેમીફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, ક્વાર્ટરફાઇનલમાં બ્રાઝિલિયન સ્વિતોલિનાને હરાવી

  સેમીફાઇનલમાં લેલાહ ફર્નાંડિઝની વર્લ્ડ નંબર-2 આર્યના સબાલેંકા સાથે ટક્કર

Read About Weather here

9. અક્કીની મમ્મીનું અવસાન:મુશ્કેલ ઘડીમાં અજય દેવગન-સલમાન ખાનથી લઈ દિયા મિર્ઝા સહિતના સેલેબ્સે સાંત્વના પાઠવી

  આજ રોજ હીરાનંદાની હોસ્પિટલમાં અરુણા ભાટિયાએ અંતિમ શ્વાસ લીધા.

10. 1 જાન્યુઆરી, 2022થી ઓનલાઇન કાર્ડ પેમેન્ટની રીત બદલાશે, RBIએ જાહેર કર્યા નવા નિયમો

  હાલ ઈ-કોમર્સ કંપનીઓને કાર્ડની બધી જાણકારી આપવી પડે છે. નવા નિયમો માટે ગ્રાહકો પર કોઈ દબાણ નહીં કરવામાં આવે, કાર્ડ ટોકન સિસ્ટમ ઓપ્શનલ રહેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here