અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં 9 મહિનામાં 168%નો તીવ્ર ઉછાળો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ચિકનગુનીયાના કેસોમાં ગત વર્ષના પ્રમાણમાં 110%નો વધારો: શહેરમાં ઠેરઠેર ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો: મેલેરીયા, ફાલસીપેરમ જેવા રોગચાળાએ પણ માંથુ ઉચકયુંઅમદાવાદ,

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં ડેન્ગ્યુ, ચિકનગુનીયા, મેલેરીયા, ફાલસીપેરમનો રોગચાળો વકરી રહયો હોવાથી મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડધામમાં પડી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગયા વર્ષનાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના ગાળાના પ્રમાણમાં આ વર્ષે નવ માસ દરમ્યાન જ ડેન્ગ્યુના કેસોમાં એકલા અમદાવાદમાં 168%નો જોરદાર વધારો નોંધાયો છે.

જયારે આ સમયગાળા દરમ્યાન જ ચિકનગુનીયાના કેસોમાં 110% જેવો ઉછાળો નોંધાયો છે. ચેપી રોગ અને પાણી જન્ય રોગના વધતા જતા કેસોથી મહાનગરનાં સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહયા છે.

બાળકોને પણ મોટા પાયે ચેપ લાગી રહયો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2020માં ડેન્ગ્યુના 255 કેસ નોંધાયા હતા જયારે ચાલુ વર્ષે આ સમયગાળામાં જ ડેન્ગ્યુના 684 કેસો નોંધાયા છે.

ગયા વર્ષે ચિકનગુનીયાના 196 કેસ નોંધાયા હતા તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 412 નવા કેસ નોંધાયા છે. 2020નાં આખા વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના 432 અને ચિકનગુનીયાના 923 કેસો નોંધાયા હતા.

એ રીતે ચાલુ વર્ષે પહેલા 9 મહિનામાં જ ડેન્ગ્યુના કેસોમાં 58.3% વધારો નોંધાયો છે. જે ગયા આખા વર્ષનાં આંકડા કરતા વધુ છે.

આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યા મુજબ ફાલસીપેરમના કેસ ગયા વર્ષે 35 જેટલા નોંધાયા હતા આ વર્ષે 43 કેસ નોંધાયા છે. એ જ રીતે મેલેરીયાના કેસ પણ વધી રહયા છે.

ગયા વર્ષે 436 કેસની સામે આ વર્ષે અત્યાર સુધીમાં જ મેલેરીયાના 489 કેસ નોંધાય ગયા છે. ચાલુ મહિનામાં 6984 લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ડેન્ગ્યુના કેસો શોધવા માટે 441 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મહાનગરમાં પાણી જન્ય રોગચાળો પણ વધી રહયો છે.

ચાલુ વર્ષે પ્રથમ 9 મહિનામાં કોલેરાના 64 કેસો નોંધાયા છે. ગયા વર્ષે એકપણ કેસ નોંધાયો ન હતો.

Read About Weather here

ટાઇફોઇડનાં કેસ ગયા વર્ષે 965 જેટલા નોંધાયા હતા તેમાં પણ ઉછાળો આવ્યો છે અને આ વર્ષે 1322 કેસ નોંધાયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here