નાગરિકોનાં ટેક્સનાં પૈસા પાણીમાં કે ખાડામાં…?

નાગરિકોનાં ટેક્સનાં પૈસા પાણીમાં કે ખાડામાં...?
નાગરિકોનાં ટેક્સનાં પૈસા પાણીમાં કે ખાડામાં...?

મનપા દર વર્ષ કરોડનું બજેટ રોડ રસ્તા પાછળ વાપરે છે છતાં હજુ રસ્તા ખરાબ!

વાહન ચાલકો ખાડાથી પરેશાન, તંત્રનું મૌન

આખાય રાજકોટમાં સારા રસ્તા કરવામાં આવે છે તે દિવસની રાહ જોતી જનતા

રાજકોટ મનપા દ્વારા દર વર્ષ રોડ-રસ્તા પાછળ કરોડોનું બજેટ ફાળવે છે. કોન્ટ્રાકટરો દ્વારા રસ્તા બનાવવામાં આવે છે. ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યાની સાથે જ રસ્તામાં ખાડાઓ પડી જાય છે. થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેને તમામ વોર્ડનાં એન્જીનિયર સાથે મળીને તૂટેલા રસ્તાનો સર્વ કરવા જણાવાયું હતું અને પેચ વર્કનાં પ્રારંભનાં પણ આદેશો આપવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પણ હજુ શહેરમાં કેટલાક સ્થળોએ શહેરીજનોએ ભંગાર જેવા રસ્તામાંથી પસાર થઈને હાલાકીઓનો સામનો કરવો પડે છે. નાગરિકોનાં ટેક્સનાં પૈસા પાણીમાં નખાય છે. કરોડોનાં બજેટ નાખવા છતાં કંઈ કામ થતું નથી. તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા શહેરમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા

અને ખાડાઓ પડી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી  હતી. ડામર ઉખડીને રસ્તામાં આવી ગયા હતા. જો આગામી દિવસમાં વધુ વરસાદ પડે તો રાજકોટની શું હાલત થાય તે પણ વિચારવાનું રહ્યું. મનપા દ્વારા દર વર્ષ પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. છતાં શહેરમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે અને વાહનો બંધ પડી જાય છે.

નાગરિકોનાં ટેક્સનાં પૈસા પાણીમાં કે ખાડામાં...? ખાડા

તેવી પરિસ્થિતિનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. હજુ શહેરનાં કેટલાક વિસ્તાર એવા છે કે, જ્યાં હજુ પણ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. તંત્ર દ્વારા કોઈ નક્કર નિર્ણય કેમ લેવામાં આવતો નથી. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, છેલ્લા ૫ વર્ષમાં ૧૬૦ થી ૧૭૫ કરોડ રસ્તા પાછળ ફાળવવામાં આવ્યા છે. દર વર્ષ 30 કરોડથી વધુ બજેટ હોય છે.

Read About Weather here

છતાં પરિસ્થિતિ આટલી ખરાબ છે. તંત્ર પ્રજાનાં પૈસા પાણીમાં નાખી રહ્યું હોવાની પણ વાતો ચાલી રહી છે. શહેરનાં અમૂક વિસ્તારમાં આવેલા કમરતોડ રસ્તાનો ઈલાજ તંત્ર ક્યારે કરશે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here