લોટરી બજારમાં ફ્રુટનાં ધંધાર્થી પર શખ્સનો છરી વડે હુમલો

લોટરી બજારમાં ફ્રુટનાં ધંધાર્થી પર શખ્સનો છરી વડે હુમલો
લોટરી બજારમાં ફ્રુટનાં ધંધાર્થી પર શખ્સનો છરી વડે હુમલો

જયુબેલી શાક માર્કેટમાં આવેલી લોટરી બજારમાં ફ્રુટનો વેપાર કરતા ભાણજી ભોજી દાફડા (ઉ.વ.50) પાસે રૂખડીયાપરાનાં ફારૂક રજાક શેખે રૂપિયાની ઉઘરાણી કરી  છરી વડે હુમલો કરતા ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સામા પક્ષે ફારૂક રજાક શેખ (ઉ.વ.24) ને પણ હાથમાં છરી વડે ઈજા થતા સારવાર અર્થે સિવિલમાં દાખલ થયો હતો. પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Visit Saurashtra Kranti Homepage here

અમરેલીમાં પરિણીતાને સાસુ-પતિએ ડામ દેતા સારવારમાં

અમરેલીનાં જેસીંગપરા ગામે રામનગર શેરી.5 માં મૈત્રીકરારથી રહેતી ક્રિષ્ના અશ્વિન થાવાણી (ઉ.વ.20) ને તેના સાસુ, દિયર, પતિએ હાથે-પગે ડામ દઈ ઈજાગ્રસ્ત હાલતમાં ઘરમાંથી કાઢી મૂકી હતી. યુવતી બસ મારફતે અમરેલીથી લોધિકાનાં પીરસરા ગમે પહોંચીને માતા-પિતાને આપવીતી વર્ણવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ટંકારાની સ્લોગન કંપનીમાં ત્રણ શ્રમિકને વિજશોક લાગ્યો

ટંકારાનાં સરાયા ગામમાં આવેલી સ્લોગન કંપનીમાં કામ કરતા રેવાન ચેના અમલીયા (ઉ.વ.22), પ્રતાપ મોહનસીંગ ચૌહાણ (ઉ.વ.45), રમેશ ઠાકરસીંગ ચૌહાણ (ઉ.વ.25) ને વિજશોક લગતા સારવાર અર્થે પ્રથમ ટંકારા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read About Weather here

અમરેલીમાં પરિણીતાએ જાતે પડખામાં છરી ઝીંકી લીધી

અમરેલીનાં સહજાનંદ નગર-2 માં રહેતા પૂનમ દેવેન્દ્ર વાઘેલા (ઉ.વ.30) એ માનસિક બિમારીથી કંટાળી જઈ જાતે પડખામાં છરી ઝીંકી લઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સમયે દેવેન્દ્ર વાઘેલાએ દીવ-દમણથી બસમાં પરત ફરતા હતા. જયારે પુત્ર ટ્યુશનમાંથી પરત આવતા લોહીલુહાણ હાલતમાં માતાને જોઇને પરિવારજનોને જાણ કરી હતી. અમરેલી સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here