દેશની અગ્રીમ ગુપ્તચર સંસ્થા સીબીઆઇના પૂર્વ વડાઓ પર જાસૂસી

દેશની અગ્રીમ ગુપ્તચર સંસ્થા સીબીઆઇના પૂર્વ વડાઓ પર જાસૂસી
દેશની અગ્રીમ ગુપ્તચર સંસ્થા સીબીઆઇના પૂર્વ વડાઓ પર જાસૂસી

પૂર્વ ડીરેકટર આલોક વર્મા અને અનિલ અંબાણીના પણ પેગાસસ ડાયરીમાં નામ : રાફેલના અધિકારીઓના નામ પણ જાસૂસી કાંડમાં હોવાની શકયતા

ઇઝરાયેલી સંસ્થાના પેગાસસ જાસૂસી કાંડની જાળ કેટલી વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી હતી તેની ચોકાવી દેનારી વિગતો ધીમેધીમે બહાર આવી રહી છે.

Subscribe Saurashtra Kranti here

એવો ચોકાવનારો ધડાકો થયો છે કે, દેશની અગ્રણી સંસ્થા સીબીઆઇના પૂર્વ વડા આલોક વર્મા ઉપર પણ પેગાસસ યંત્રથી જાસૂસી કરવાની કોશીશ થઇ હતી.

દેશના જાણીતા ઉદ્યોગપતિ અનીલ અંબાણી, રાફેલ કંપનીના ભારત ખાતેના પ્રતિનિધિ વેન્કટરાવ કોશીના, ફ્રાન્સની એનર્જી કંપનીના વડા હરમંજીત મેગીના નામ અને નંબર ઇઝરાયેલી સંસ્થાની યાદીમાં હોવાનું જાહેર થયું છે.

આલોક વર્માને 2018માં કેન્દ્ર સરકારે સીબીઆઇના વડા પદેથી દુર કર્યા હતા. એ પછી એમના ઉપર પણ પેગાસસ દ્વારા જાસૂસી શરૂ થઇ ગઇ હતી.

આ યાદીમાં અનીલ અંબાણી અને એમની કંપનીના એક અધિકારી ટોની જેસુદાસન તથા તેમની પત્નીના નામ પણ સામેલ થઇ ગયા હતા. એવું જાણવા મળ્યું છે

કે, અનિલ અંબાણીનો જે નંબર પેગાસસ કાંડ માટે મેળવવામાં આવ્યો હતો એ જ નંબરનો અનિલ અંબાણી હજી ઉપયોગ કરે છે કે કેમ એ હજુ જાણવા મળ્યું નથી.

Read About Weather here

રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનનાં ભારત ખાતેના અધિકારીઓ ઉપર પણ જાસૂસી જાળ પાથરવામાં આવી હતી એવું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here