આજથી વિશ્ર્વના સર્વોત્તમ ખેલકુદ મેળાવડા ઓલિમ્પિકનો ટોકીયોમાં શુભારંભ

આજથી વિશ્ર્વના સર્વોત્તમ ખેલકુદ મેળાવડા ઓલિમ્પિકનો ટોકીયોમાં શુભારંભ
આજથી વિશ્ર્વના સર્વોત્તમ ખેલકુદ મેળાવડા ઓલિમ્પિકનો ટોકીયોમાં શુભારંભ

સાંજે 4:30 વાગ્યે રંગારંગ ભવ્ય ઉદ્ધાટન સમારંભ, માર્ચપાસ્કમાં ભારતનો ક્રમ 21મો: તિરંદાજી મુકાબલામાં દિપીકા કુમારી, અતનુ દાસ પાસેથી આજે મેડલની આશા
આગામી 16 દિવસ સુધી 200 દેશોના ખેલાડીઓ વચ્ચે કૌશલ્યનો જંગ જામશે: ભારતીય એથલીટસ શું નવો ઇતિહાસ રચી બતાવશે ખરા?, ડઝન મેડલની આશા

દેશોના સૌથી વધુ શ્રેષ્ઠ, સર્વોત્તમ અને રોમાંચક ખેલકુદ મેળાવડા ઓલિમ્પિકસ સ્પર્દ્યાનો આજથી જાપાનના ટોકીયો શહેરમાં શુભારંભ થઇ રહયો છે.

Subscribe Saurashtra Kranti here

લગભગ 200 દેશોના રમતવીરો વચ્ચે આવતા 16 દિવસ સુધી કૌશલ્યનો જંગ જામશે વિવિધ સ્પર્દ્યાઓમાં રોમાંચકારી મુકાબલા જોવા મળશે.

આજે સાંજે 4:30 વાગ્યે ઓલિમ્પિકના ભવ્ય ઉદ્ધાટન સમારંભનું રંગારંગ જીવંત પ્રસારણ જોવા મળશે. ભારતીય એથલીટસ આ વખતે નવો ઇતિહાસ રચી બતાવશે એવી આશા રાખવામાં આવે છે.

આજના દિવસે તીરંદાજીના મુકાબલા યોજાઇ રહયા છે. જેમાં ભારતીય આશા સમાન દિપીકા કુમારી અને અતનુ દાસ જેવા તીરંદાજો પર મેડલની આશા રાખવામાં આવી રહી છે.

આજે પ્રારંભીક રાઉન્ડમાં દિપીકા કુમારીએ 9મો રેઇન્ક મેળવ્યો હતો અને ભારતને હવે મીકસ ટીમ સ્પદ્યા માટે કવોલીફાઇ થવાની તક ઉભી થઇ છે.

શુક્રવારે રેઇન્કીંગ રાઉન્ડમાં દિપીકા કુમારીએ 663 પોઇન્ટ મેળવ્યા હતા અને 9મું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. 28મી એ વિમેન્સ સીંગલસ રાઉન્ડમાં દિપીકાનો મુકાબલો હુતાનની કર્મા સાથે થશે.

ભારતમાં નંબર 1નું સ્થાન ધરાવતી દિપીકા કુમારીએ રેઇન્કીંગ રાઉન્ડમાં આજે ભાગ લીધો હતો. શરૂઆતમાં ધાર્યા નિશાન પાર પડયા ન હોતા પણ બાદમાં સારો દેખાવ કર્યો હતો.

એક તબક્કે 7માં સ્થાને હતી પણ છેલ્લા રાઉન્ડમાં ભુલ થતા 9માં સ્થાને આવી ગઇ હતી. આવા જ બીજા તીરંદાજ અતુન દાસ પર ભારતને મેડલ જીતવાની આશા છે. સાંજે અતનુ દાસ પણ રેન્કીંગ રાઉન્ડમાં ભાગ લેશે.

સાંજે ટોકીયો ઓલિમ્પિકનું વિધિવત જોરદાર ઉદ્ધાટન થશે તમામ દેશોના ખેલાડીઓના કાફલા મુખ્ય સ્ટેડીયમાં માર્ચ પાસ્ક કરશે. જાપાનના મુળાસર મુજબ ગોઠવણી કરવામાં આવી હોવાથી ભારતીયો ખેલાડીઓનો કાફલો 21માં ક્રમે મેદાનમાં આવશે.

Read About Weather here

સ્ટેડીયમમાં દરેક દેશના ઝંડા ફરકાવવામાં આવશે. ભારતીય ખેલાડીઓ પાસેથી કમશેકમ ડઝન એક મેડલની આશા રાખવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here