સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું

સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું
સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના કેપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડે સતત ત્રીજી નોકઆઉટ મેચમાં સદી ફટકારી હતી. તેણે 131 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે રનઆઉટ થયો હતો. આ પછી મહારાષ્ટ્રએ 50 ઓવરના અંતે 248 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રએ 46.3 ઓવરમાં 5 વિકેટે 249 રન ચેઝ કરી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ફાઈનલમાં સૌરાષ્ટ્રના ચિરાગ જાનીએ 10 ઓવરમાં 43 રન દઈને 3 વિકેટ ઝડપી હતી. તેણે હેટ્રિક ઝડપી હતી. જેમાં સૌરભ નવાલે, રાજવર્ધન હેંગરેકર અને વિક્કી ઓત્સવાલની વિકેટ લીધી હતી. આના કારણે પણ મહારાષ્ટ્રની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી નહોતી.વિજય હઝારે ટ્રોફીની 2022-23 સિઝનમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે 10 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. તેઓ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની લિસ્ટમાં પહેલા સ્થાને છે. કર્ણાટકના વાસુકી કૌશિકે 9 મેચમાં 18 વિકેટ ઝડપીને બીજા સ્થાને છે. તો મધ્યપ્રદેશના કુલદીપ સેન 6 મેચમાં 18 વિકેટ ઝડપી છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

Read About Weather here

વિજય હઝારે ટ્રોફીમાં ગાયકવાડે અત્યારસુધીમાં 12મી સદી ફટકારી દીધી હતી. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે કર્ણાટકના રોબિન ઉથપ્પા અને મહારાષ્ટ્રના જ અંકિત બાવનેનો રેકોર્ડ તોડી દીધો છે. ઉથપ્પા અને બાવનેએ આ ટૂર્નામેન્ટમાં 11-11 સદી ફટકારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here