વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાશે

વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાશે
વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાશે
વર્લ્ડમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા ICC પહેલી વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 14થી 29 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકામાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝ પણ રમશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિરીઝને વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બોર્ડે T20 સિરીઝ માટે પણ વર્લ્ડ કપની ટીમ જ રાખી છે. T20 સિરીઝ 27 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ 4 જાન્યુઆરી 2023ના રોજ રમાશે.

Read About Weather here

આ પહેલા વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લેશે. ટીમ ઈન્ડિયાને યજમાન સાઉથ આફ્રિકા, UAE અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ-Dમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સમાં પ્રવેશ કરશે. સુપર સિક્સમાં ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. બન્ને સેમિફાઈનલ 27 જાન્યુઆરીએ એક જ મેદાન પર રમાશે. ત્યારપછી 29 જાન્યુઆરીએ ફાઈનલ રમાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here