રાજકોટમાં શનિવારે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 ક્રિકેટ જંગ

રાજકોટમાં શનિવારે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 ક્રિકેટ જંગ
રાજકોટમાં શનિવારે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 ક્રિકેટ જંગ
આવતી તા.7 મી જાન્યુઆરી શનિવારના રોજ રાજકોટમાં ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે ટી-20 ક્રિકેટ જંગ ખેલાશે. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર જાહેરાત થતા જ રાજકોટ શહેરમાં ક્રિકેટ જવર ફરી વળ્યો છે અને ટી-20 મેચનો રોમાંચ મેળવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિયાઓ આતુર બન્યા છે. બંને ટીમો તા.6 ને શુક્રવારે રાજકોટ આવી પહોંચશે. બંને ટીમો વચ્ચેનો રોમાંચક ક્રિકેટ જંગ તા.7 ના રોજ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ટી-20 માટે ટિકિટનો દર રૂ.1100 થી લઇ રૂ.7 હજાર સુધીનો રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એસોસિએશન દ્વારા એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એસોસિએશનને નક્કી કરેલા સ્થળ પર જઈને પણ ટિકિટ ખરીદી શકાશે. શુક્રવારે બંને ટીમો રાજકોટ આવી જશે અને એ જ દિવસે પ્રેક્ટીસ કરશે. જામનગર રોડ પર ખંઢેરી પાસે બનેલા નવા સ્ટેડિયમમાં શ્રીલંકાની ટીમ પહેલીવાર મેચ રમી રહી છે.સ્ટાર ક્રિકેટરોની ઝલક મેળવવા માટે ક્રિકેટ ચાહકો આતુર બન્યા છે. બંને ટીમો જ્યાં ઉતરવાની છે એ હોટલ દ્વારા ટીમોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની તકેદારી રૂપે હોટલના સ્ટાફનો 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરી લેવાશે. ભારતની ટીમ હોટલ સયાજીમાં ઉતરવાની છે. હોટલમાં જોરદાર શણગાર કરવામાં આવી રહ્યો છે.રાજકોટના નવા સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં 4 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. આ પૈકી 3 ભારત જીત્યું છે અને 1 મેચ ન્યુઝીલેન્ડ જીત્યું છે. આ મેદાન પરનો સર્વોચ્ચ ટી-20 સ્કોર 202 રહ્યો છે, જયારે સૌથી ઉચો સ્કોર 87 રહ્યો છે. રાજકોટમાં રીતસરનો ક્રિકેટ જવર પ્રસરી ગયો છે. સૌરાષ્ટ્રભરમાંથી અહીં ક્રિકેટ રસિયાઓ મેચ જોવા આવી પહોંચે તેવી શક્યતા છે. બંને ટીમની હોટલ અને સ્ટેડિયમ પર સંગીન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here