કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ગૌહાટીમાં પ્રથમ વનડે

કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ગૌહાટીમાં પ્રથમ વનડે
કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ગૌહાટીમાં પ્રથમ વનડે
ભારત અને શ્રીલંકા વચ્ચે હવે 3 મેચોની વનડે સિરીઝની રમાનારી છે. 10 જાન્યુઆરીના રોજ મંગળવારે પ્રથમ વનડે મેચ અસમના ગુવાહાટીમાં રમાશે. અસમ સરકાર અને અસમ ક્રિકેટ એસોસિયેશન બંનેએ તમામ તૈયારીઓ મેચને લઈ કરી લીધી છે. ગુવાહાટીના આંગણે બીજીવાર આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાઈ રહી છે, જેને લઈ અસમ સરકારે મેચના માહોલને વધારે શાનદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે સ્થાનિક લોકો માટે રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ રજા અડધા દીવસ માટે રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

અસમ સરકારે મેચને લઈ સ્થાનિકોના ઉત્સાહને લઈ આ રજા જાહેર કર્યા હોવાનુ મીડિયા રિપોર્ટસ મુજબ કહેવામાં આવ્યુ છે. અસમ સરકારે મેચના દિવસે આ રજા બપોરે 1 વાગ્યાથી આપી છે. આ દરમિયાન કોઈ પણ સરકારી કચેરીઓ કે શાળા-કોલેજો ખુલ્લી રહેશે. આ તમામ સંસ્થાઓ અને કચેરીઓ અડધા દીવસની રજાને અનુસરસે. જોકે આ રજાનુ એલાન ફક્ત એ જિલ્લામાં જ કરવામાં આવ્યુ છે, જ્યાં બારસાપારા સ્ટેડિયમ આવેલુ છે. આ સ્ટેડિયમ કામરુપ જિલ્લામાં આવેલુ છે, આમ કામરુપ જિલ્લામાં મેચના દિવસે રજાનો માહોલ રહેશે અને સ્થાનિકો મેચ ડેને ઉત્સવ રુપ બનાવી દેશે.

Read About Weather here

મેચના એક દિવસ પહેલા ભારતીય અને શ્રીલંકન ટીમના ખેલાડીઓ દ્વારા પ્રેકટીસ સેશન થશે. એટલે ખેલાડીઓ મેદાનમાં પરસેવો વહાવતા જોવા મળશે. આ ઉપરાંત ગુવાહાટીમાં મેચને લઈ અસમ સરકારે ટ્રાફીકથી લઈ ખેલાડીઓની સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here