ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંત સળગતી કારમાંથી બારી તોડીને બહાર આવ્યો હતો. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રિષભની હાલત સ્થિર છે.અકસ્માત બાદ પંતને પ્રાથમિક સારવાર માટે રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું હતું કે તેને ઘણી ઈજાઓ થઈ છે. MRI પછી તેના ઘૂંટણનું ઓપરેશન કરવું પડશે.
પંતે સારવાર દરમિયાન કહ્યું હતું કે તે તેની માતાને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. તેણે કહ્યું કે તેણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો. જેના કારણે તે સુરક્ષિત બહાર આવી ગયો હતો. જો તેણે સીટ બેલ્ટ પહેર્યો હોત તો કારમાં આગ લાગ્યા બાદ તે દાઝી ગયો હોત.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.
Read About Weather here
રિષભ પંત સાથે કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. ડૉક્ટરે જણાવ્યું છે કે પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે કાર અકસ્માત બાદ ત્યાંના લોકોએ 108ની મદદથી ઋષભ પંતને રૂડકી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પહેલેથી જ અસ્વસ્થ પંતને BCCI દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here