એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો’તો, નોકરી નહીં મળતા હતાશામાં ભરેલું પગલું
માળિયા હાટીનાના ધુમલી ગામની યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પીએસઆઇ બનવા માટે ત્રણ ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ સફળતા નહીં મળતા હતાશામાં પગલું ભરી લીધું હતું.
દેશભરમાં આપઘાતના કેસો દિવસેને દિવસે વધતાં જતાં જોવા મળ્યા છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર દેશભરમાં 2021 માં કુલ 1,64,033 લોકોએ આત્મહત્યા કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ આંકડો 2020ની સરખામણીમાં જોઈએ તો તેમ 7.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ આત્મહત્યાના કેસોમાં વિદ્યાર્થી અને નાના ઉદ્યોગસાહસિકોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ત્યારે શહેરમાં ફરી એકવાર વિદ્યાર્થીની દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે.
ધુમલી ગામે રહેતી મંજુલા જીલાભાઇ વાળા (ઉ.વ.26)એ ત્રણ દિવસ પૂર્વે પોતાના ગામમાં વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે તેનું મૃત્યુ થયું હતું.
Read About Weather here
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મંજુલા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો હતો, ત્રણ વખત પીએસઆઇની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ઓછા માર્કસ આવતા પીએસઆઇ બનવાનું સ્વપ્ન સાકાર નહીં થતાં હતાશામાં અંતિમ પગલું ભરી લીધું હતું, મંજુલાનો ભાઇ પોલીસ કોન્સ્ટેબલ છે, બનાવથી વાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here