રોડ-રસ્તા રિપેર નહિ થાય તો ટ્રકચાલકો ટોલટેક્સ નહીં ચૂકવે…

રોડ-રસ્તા રિપેર નહિ થાય તો ટ્રકચાલકો ટોલટેક્સ નહીં ચૂકવે…
રોડ-રસ્તા રિપેર નહિ થાય તો ટ્રકચાલકો ટોલટેક્સ નહીં ચૂકવે…

ટ્રક એસોસિએશન વિરોધ નોંધાવશે, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ચોમાસાને કારણે હાઈવે અને રોડ- રસ્તા ધોવાઈ ગયા છે. આવા રોડ પર વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી પડે છે. તેમજ વાહનચાલકોએ ઘણીખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 અગાઉ પણ તાકીદ કર્યા બાદ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા ટ્રકચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે  આ અંગે ટ્રકચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી રોડ-રસ્તા રિપેર નહિ થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવીને પોતાનો વિરોધ નોંધાવશે.

આ અંગે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, ટોલટેક્સ ચૂકવીએ છતાં રોડ-રસ્તાની પૂરતી સુવિધા મળતી નથી. ખરાબ રોડ-રસ્તાને કારણે વાહનમાં નુકસાન થાય છે. તેની સાથોસાથ માલની પણ સમયસર ડિલિવરી પહોંચાડી શકાતી નથી. આથી આર્થિક નુકસાન જાય છે. તેમજ ટાયર તૂટી જાય છે, ડીઝલનો વપરાશ વધુ થાય છે અને ટ્રકચાલકોને ડોક, મણકા, કમરમાં પણ નુકસાન પહોંચે છે. 8 દિવસમાં રોડ-રસ્તા રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ટોલટેક્સ નહીં ચૂકવીને તેનો વિરોધ કરવામાં આવશે.

Read About Weather here

રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્ર, રાજ્યભર અને દેશભરમાં માલ મોકલવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી આ હેરાનગતિનો સામનો કરી રહ્યા છીએ. જોકે સામાન્ય દિવસ કરતા ચોમાસામાં સૌથી વધુ તકલીફ પડે છે. ટોલટેક્સ ચૂકવવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here