IPLની ઐતિહાસિક પાર્ટનરશિપ…!

IPLની ઐતિહાસિક પાર્ટનરશિપ…!
IPLની ઐતિહાસિક પાર્ટનરશિપ…!
આ દરમિયાન ટીમના બંને ઓપનર રાહુલ અને ડિકોક વચ્ચે IPLના ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી. IPL 2022ની 66મી મેચમાં લખનઉએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી બંને ખેલાડીએ 20 ઓવર સુધી બેટિંગ કરી 210 રનનો સ્કોર ફટકારી દીધો હતો. આવુ કરનારી આ પહેલી જોડી છે અગાઉ બેયરસ્ટો અને વોર્નર વચ્ચે પહેલી વિકેટ માટે 185 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો આની સાથે જ કેપ્ટન રાહુલના આ સિઝનમાં 500 રન પૂરા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તે સતત 5 સિઝનથી આ 500+ રન એક ટર્મમાં નોંધાવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ફોટો સૌજન્ય- IPL

લખનઉના કેપ્ટન રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન કેપ્ટન રાહુલ અને ક્વિંટન ડિકોક ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. તેવામાં બંને બેટરે પહેલી ઓવરથી શાનદાર લયમાં બેટિંગ કરી કોલકાતાના બોલર્સને મુશ્કેલીમાં મુકી દીધા હતા. આ દરમિયાન ટીમે 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રનનો સ્કોર સેટ કરી દીધો હતો. જેથી આ IPL 2022ની ઐતિહાસિક ઓપનિંગ પાર્ટનરશિપ પણ થઈ ગઈ છે.ઈનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવે શાનદાર બોલ નાખ્યો હતો. જેના પર ડિકોક શોટ મારવા જતા બોલ મિસ ટાઈમ થયો અને બોલ સીધો ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે ગયો હતો. જોકે તેણે આ સરળ કેચ છોડતા ડિકોકને જીવન દાન મળ્યું હતું. આ દરમિયાન ડિકોક 12 રનના સ્કોર પર રમી રહ્યો હતો.ડિ કોક કેએલ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતર્યો હતો.

ફોટો સૌજન્ય- IPL

Read About Weather here

ક્વિન્ટન ડિ કોકે આ મેચમાં રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી અને IPLના ઘણા રેકોર્ડ્સ પોતાને નામ કર્યા. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ પછી તે વિકેટકીપર તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બન્યો. આ સિઝનની આ સૌથી મોટી ઇનિંગ હતી, આ પહેલા બટલરે 116 રન બનાવ્યા હતા.IPL 2022ની 66મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. LSGના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપનર ક્વિન્ટન ડી કોકે 140* અને કેપ્ટન કેએલ રાહુલે 68* રનની ઈનિંગ રમી IPL ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવી દીધી હતી.આ દરમિયાન ટીમે 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન કર્યા છે.

ડિકોક ઈનિંગ બ્રેક પછી ડ્રેસિંગ રૂમ જતો હતો ત્યારે કોલકાતાના સાઉથીએ તેને અભિનંદન પાઠવ્યા હતા- ફોટો સૌજન્ય- IPL

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here