4 કિલોમીટર સુધી સળગતી ટ્રક દોડતી રહી…!

4 કિલોમીટર સુધી સળગતી ટ્રક દોડતી રહી…!
4 કિલોમીટર સુધી સળગતી ટ્રક દોડતી રહી…!
પાલઘર ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે ઘાસચારાથી ભરેલી આઈશર ટ્રક પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઓછામાં ઓછા ચાર કિમી સુધી સળગતી હાલતમાં જ જઈ રહ્યો હતો. આ અકસ્માત શુક્રવારે મોડી સાંજે પાલઘરના શિરસાદ ફાટા પાસે થયો હતો. મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના પાછળના ભાગે ભીષણ આગ લાગી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને જ્યારે ડ્રાઈવરને તેની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે લગભગ 4 કિલોમીટર સુધી ટ્રક સળગતી હાલતમાં રસ્તા પર દોડતો રહ્યો હતો. અને તેને રસ્તા પર દોડતી જોઈને સાથે જઈ રહેલા એક વાહનમાં બેઠેલા વ્યક્તિએ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી. જિલ્લો વસઈ-વિરારના મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે સમાચાર મળતાની સાથે જ બે ફાયર ટેન્ડર આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતો

Read About Weather here

અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રક સંપૂર્ણપણે નુકસાન થયું હતું, તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.સળગતી ટ્રકનો વીડિયો પણ સામે આવ્યો છે, કોઈ રાહદારીએ પોતાના ફોનના કેમેરામાં આ ઘટનાને શુટ કરી હશે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here