275 સંતો ઘરે-ઘરે પધરામણી કરી, 75,000 ભાવિકોને જીવન ઉત્કર્ષ અભિયાનમાં જોડશે

275 સંતો ઘરે-ઘરે પધરામણી કરી, 75,000 ભાવિકોને જીવન ઉત્કર્ષ અભિયાનમાં જોડશે
275 સંતો ઘરે-ઘરે પધરામણી કરી, 75,000 ભાવિકોને જીવન ઉત્કર્ષ અભિયાનમાં જોડશે

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાનના 75 વર્ષ પૂર્ણ થતાં ‘અમૃત મહોત્સવ’ની ઉજવણી
હજારો લોકોને સદાચારમય અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા અપાશે

ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરાવવાની આજ્ઞા અનુસાર શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ભારત દેશની આઝાદીના વર્ષ 1947માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના કરી, જેને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ થતા ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની સાથે સાથે રાજકોટ ગુરૂકુળ સંસ્થાનનો પણ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી અમૃત મહોત્સવ નિમિત્તે ગુરૂકુળના 275 જેટલા ત્યાગી સંતો દ્વારા ઘરે-ઘરે પધરામણી કરી 75,000 ભૂ.પૂ. વિદ્યાર્થીઓ, હરિભક્તો, ગુરૂકુળ અને ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખનારા ભાવિકોના ઘરે સંતો ઠાકોરજી સાથે પધરાશે અને તેઓને જીવન ઉત્કર્ષ અભિયાનમાં જોડશે.જેમાં સંતો એમના જીવન વ્યવહારની ખબર અંતર પૂછશે , ઘર તથા પરિવારમાં સંપ અને પ્રેમભાવથી જીવતા શીખવું , વ્યસન રૂપી દુષણ કોઈને વળગેલા હોય તો તે છોડવા, બાળકો માટે સમય ફાળવીને પ્રેમ-પ્રેરણા-પ્રોત્સાહન આપવું વગેરેની વાતો કરી તેઓના વ્યક્તિગત, પારિવારિક-સામાજીક અને આધ્યાત્મિક જીવનમાં ઉત્કર્ષ લાવવા સંતો પ્રયાસો કરશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું અભિયાન પણ ચલાવશે.

Read About Weather here

પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદથી અને પ.પૂ. મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી અને પ.પૂ. પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર જીવન ઉત્કર્ષ અભિયાનનો તા.30/3/2022 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ ખાતેથી શુભારંભ કરવામાં આવેલ છે, જે તા.21 ડિસેમ્બર 2022 સુધી નવ માસ સુધી અવિરત ચાલુ રહેશે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક વિગેરે રાજ્યો અને વિદેશમાં યુ.એસ.એ., કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, દુબઈ વિગેરે દેશોમાં પણ ભાવિકોના ઘરે સંતો પધરામણી કરશે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંગઠનની સેવા સંભાળતા સંતો તથા 200 જેટલા યુવાનોની ટીમ પધરામણીની જવાબદારી સંભાળશે તેમજ ગોઠવણ કરશે અને સંતોના મંડળો નક્કી થયેલા સમય અને વિસ્તાર પ્રમાણે પધારશે. આ જીવન ઉત્કર્ષ અભિયાનમાં જોડાઈને લાભ લેવા સંતો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here