લોકસેવાનાં પર્વ તરીકે અનોખી ઢબે ઉજવાશે મંત્રી અરવિંદ રૈયાણીનો જન્મદિન

લોકસેવાનાં પર્વ તરીકે અનોખી ઢબે ઉજવાશે મંત્રી અરવિંદ રૈયાણીનો જન્મદિન
લોકસેવાનાં પર્વ તરીકે અનોખી ઢબે ઉજવાશે મંત્રી અરવિંદ રૈયાણીનો જન્મદિન

મિત્રમંડળ અને ભાજપ પરિવાર દ્વારા સેવાકીય કાર્યક્રમોની વણઝાર
કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર, આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ અને દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમ, મંત્રીનાં હસ્તે વૃક્ષારોપણ: મહા રક્તદાન કેમ્પ પણ ખરો જ

રાજયના મંત્રી અરવિંદ રૈયાણીના જન્મદિવસ નિમિતે મિત્ર મંડળ તથા ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 9:15 કલાકે વોર્ડ નં. 4માં માર્કેટ મોલ પાસે વિવાહ પાર્ટી પ્લોટ ખાતે મિત્ર મંડળ અને ભાજપ પરિવાર દ્વારા મંત્રીની કુપોષિત બાળકોને આપવાના પૌષ્ટિક આહારથી તુલા કરવામાં આવશે. આ પૌષ્ટિક આહાર કુપોષિત બાળકોને વિતરણ કરવામાં આવશે..

Visit Saurashtra Kranti Homepage here

તા.1ને શુક્રવારે સવારે 9:30 કલાકે 80 ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતે મહા રક્તદાનકેમ્પનું આયોજન કરેલું છે, વોર્ડ નં 4 ના મધુવન પાર્કના કોમન પ્લોટના મંત્રીના હસ્તે સવારે 10 કલાકે વૃક્ષા રોપણનું આયોજન કરેલ છે, વોર્ડ નં.4 ના યુવા ભાજપ દ્વારા સવારે 10 કલાકે વોર્ડની આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવશે, વોર્ડ નં.6 ભાજપ પરિવાર દ્વારા સવારે 11:45 કલાકે હિના ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને ભોજન અને આઈસ્ક્રીમ આપવામાં આવશે, વોર્ડ નં.15 અને 16 ભાજપ પરિવાર દ્વારા બપોરે 12:30 કલાકે એકરંગ સંસ્થાના દિવ્યાંગ બહેનોને ભોજન અને આઈસ્ક્રીમ આપવામાં આવશે,

Read About Weather here

મિત્ર મંડળ દ્વારા સદ્ભાવના વૃદ્ધાશ્રમના 350 વડીલોને સાંજે 7 કલાકે મંત્રીના હસ્તે મિષ્ટાન ભોજન અને આઈસ્ક્રીમ આપવામાં આવશે, વિધાનસભા 68 ના યુવા ભાજપ દ્વારા મંત્રીના જન્મદિવસ નિમિતે 500 જરૂરિયાતમંદ વ્યક્તિના વીમાના પ્રીમીયમ ભરવામાં આવશે, વોર્ડ નં.3 ના ભાજપ પરિવાર દ્વારા સાંજે 7:30 કલાકે કોરોનાકાળમાં જેમના વાલીઓ મૃત્યુ પામ્યા છે તેમના તમામ બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવશે, પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સ્વ. લીલાબેન ગોરધનભાઈ રૈયાણીની સ્મૃતિમાં મંત્રી અરવિંદ રૈયાણીના આર્થિક સહયોગથી સાંજે 9 કલાકે વિનામુલ્યે મેડિકલ સાધનોનું સેવા કેન્દ્રનું શુભારંભ માંડા ડુંગર ગોકુલ વિદ્યાલય પાસે વોર્ડ નં 6 માં કરવામાં આવશે. આ કાર્યને સફળ રીતે પૂર્ણ કરવા માટે કિશોરભાઇ રાઠોડ, અશોકભાઇ લુણાગરિયા, પરેશભાઇ પીપળીયા, દિલિપભાઇ લુણાગીયા, કાળુભાઇ કુંગશિયા, રમેશભાઇ અકબરે, હેમાંગભાઇ પીપળીયા તથા દિપકભાઇ વઘાસીયા સહિતના કાર્યકરો જોડાયા છે.(1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here