21 મી સદીમાં અંધશ્રધ્ધાની તમામ હદો પાર!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મેઘરાજાને મનાવવા સગીર બાળાઓની નિર્વસ્ત્ર પરેડ: મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાની ઘટનાથી સર્જાતી સનસનાટી

મધ્યપ્રદેશના આદિવાસી દામોહ જિલ્લામાં મેઘરાજાને મનાવવા માટે સગીર બાળાઓની નિર્વસ્ત્ર અંધશ્રધ્ધા પરેડ કરાવવામાં આવ્યાની ઘટના બહાર આવતા મધ્યપ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે અને નવી દિલ્હી સુધી પડઘા પડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દામોહ જિલ્લાનાં એક ગામમાં બનેલી આ ઘટનાની સ્થાનિક પોલીસને ખબર જ નથી.રાષ્ટ્રીય મહિલા આયોગ પંચે ઘટનાની તપાસ કરવાની માંગણી કરી છે અને રાજ્ય સરકાર પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

દામોહ જિલ્લામાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બિલકુલ ખેંચાય ગયો છે. જેના કારણે જળસંકટ ઉભું થયું છે. પરિણામે આદિવાસીઓના ગામમાં પરંપરાનું બહાનું આગળ ધરીને ગામની સગીર બાળાઓને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી.

આ ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. પોલીસે એવો ખુલ્લાસો કર્યો હતો કે, માં-બાપની સંમતિથી આ પરંપરાગત પરેડ કરાવવામાં આવી હતી. આદિવાસીઓ વરસાદ ન આવે તો મેઘરાજાને રીઝવવા માટે આવી શરમજનક પરંપરાને અનુસરતા હોય છે.

દામોહ જીલ્લા પોલીસે બહુ દબાણ બાદ જાહેર કર્યું હતું કે, જો આ ઘટના બની હોવાનો પુરાવો મુકશે તો પગલા લેવામાં આવશે.

Read About Weather here

માનવ અધિકાર પંચ અને મહિલા આરોગ્ય ઘટનાની ઉંડી તપાસ કરવા અને દોષિતો સામે કડકમાં કડક પગલા લેવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here