દિલ્હીમાં બાળકોને રૂ.2-2 હજારની બિઝનેશ સહાય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વિદ્યાર્થીઓમાં વેપારી કૌશલ્ય વિકસાવવા કેજરીવાલ સરકારની યોજના: દિલ્હીની 1 હજાર સરકારી શાળાનાં સાડા ત્રણ લાખ બાળકોને રોકડ ચુકવણી

દિલ્હીના સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં ધંધા અને વેપારનું કૌશલ્ય વિકસે એ માટે ખાસ બિઝનેશ સહાય આપવાની નવતર યોજના કેજરીવાલ સરકારે અમલમાં મુકી છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ વિદ્યાર્થીઓની બિઝનેશ સહાય યોજના જાહેર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીની 1 હજાર સરકારી શાળાઓનાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને દરેકને રૂ.2-2 હજારની સહાય આપવામાં આવશે.

એમણે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ અમારી સરકારે ધંધાકીય કૌશલ્ય અને સહાસિકતાની માનસિકતા વિકસાવવા માટેનો ખાસ અભ્યાસ ક્રમ શરૂ કર્યો હતો.

બાળકો નોકરી માંગનારા નહીં પણ નોકરી આપનારા સહાસિકો બને એ રીતે એમનો વિકાસ કરવાનો આશય આ યોજના પાછળ છે. એ અભ્યાસ ક્રમથી ખુબ જ ફાયદો થયો છે.

એક વિદ્યાર્થી માસ્ક બનાવીને વેંચતો થયો છે. બીજા એક વિદ્યાર્થીએ યોગના કોચીંગ કલાસ શરૂ કરી દીધા છે. ધો.12ની વિદ્યાર્થીની કાજલે પોતાની અલગ એકાઉન્ટ કંપની બનાવી છે.

જેનું ટર્ન ઓવર માસીક રૂ.15 લાખ છે અને અન્ય 20 વ્યકિતઓને રોજી આપી રહી છે. સીડમની પ્રોજેકટ નામની આ યોજના થકી એક શાળાનાં 48 વિદ્યાર્થીઓએ સાથે મળીને નવ વેપારી જૂથની રચના કરી છે.

Read About Weather here

દિલ્હીની ખીચડીપુર શાળાના બાળકોને રૂ.1-1 હજારની સહાય અપાઇ છે. હવે એ રકમ વધારીને રૂ.2-2 હજાર કરી નાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here