1 ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજૂ કરશે નાણામંત્રી

1 ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજૂ કરશે નાણામંત્રી
1 ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજૂ કરશે નાણામંત્રી

સતત બીજા વર્ષે ડીજીટલ બજેટ 2022-23 રજુ કરશે નાણાંમંત્રી; બજેટ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ અધિકારીઓ અને સ્ટાફ નાણાંભવનમાં જ રહેશે
સંસદમાં બજેટ પૂરું મુકાઇ જાય એ પછી જ નાણાં ખાતાનો સ્ટાફ પરિવારને મળી શકશે; બજેટ પહેલાની હલવાની પરંપરા પણ આ વર્ષે નહીં, સ્ટાફ જ્યાં છે ત્યાં મીઠાઈ પહોંચાડાશે

આગામી તા. 1લી ફેબ્રુઆરી મંગળવારનાં રોજ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ કેન્દ્રીય બજેટ 2022-23 સંસદમાં રજુ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નાણાંમંત્રી પેપરલેસ બજેટ રજુ કરશે. બજેટની તમામ તૈયારીઓ પરીપૂર્ણ કરી લેવામાં આવી છે અને બજેટ લિક ન થાય એ માટે સજ્જડ સુરક્ષા રૂપે બજેટની તૈયારીઓ સાથે સંકળાયેલા આખા સ્ટાફને નાણા ભવન એટલે કે નોર્થ બ્લોકમાં જ રાખવામાં આવ્યો છે. સંસદમાં પૂરું બજેટ રજુ થઇ ગયા પછી અધિકારીઓ અને સ્ટાફ પરિવારજનોને મળી શકશે. એ કારણે બજેટ પહેલાની પરંપરાગત હલવા રસમ પણ આ વર્ષે યોજાશે નહીં. બલ્કે નાણાંભવનમાં જ રોકાયેલા સ્ટાફને નાણા મંત્રાલયમાં જ મીઠાઈ પહોંચાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

3નાણામંત્રી નિર્મલાએ દેશના ઈતિહાસમાં પહેલીવખત 2021-22 નું પેપરલેસ બજેટ રજુ કર્યું હતું. આ વર્ષે પણ બજેટ પેપરલેસ રહેશે. આ વખતે પહેલીવાર સંસદ સભ્યો અને આમ જનતાને આસાનીથી અંદાજપત્રની વિગતો મળી રહે એ માટે ખાસ બજેટ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

બજેટ શું હશે? કેવું હશે? એ અંગે બજારમાં પણ ખૂબ ઉતેજના છે. પગારદાર વર્ગથી માંડીને કોર્પોરેટ જગત સુધી તમામ વર્ગને બજેટથી ઘણીબધી આશાઓ છે. આમ જનતા કોઈપણ ભોગે ભાવવધારો ઘટે એ માટે બજેટ તરફ નિહાળી રહી છે.

નાણામંત્રી 1લી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટનું વાંચન શરૂ કરશે. એ પહેલા 31 જાન્યુઆરીનાં રોજ બપોરે 3 વાગ્યે બજેટ અંગે સર્વપક્ષીય બેઠક પણ યોજાશે. સરકારે તમામપક્ષોને આમંત્રણ આપ્યું છે. 31 મી થી જ સંસદનું બજેટ સત્ર શરૂ થશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનાં અભિભાષણ બાદ આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવશે. બીજા દિવસે નવા વર્ષનું બજેટ સંસદમાં મુકાશે. નાણામંત્રી સિતારમણ પોતાનું ચોથું બજેટ રજુ કરી રહ્યા છે.

Read About Weather here

કોરોના મહામારીથી અર્થતંત્ર પર અને ખાસ કરીને આરોગ્ય અને સુખાકારી પર વધુ પડતા ખર્ચને લીધે ઘણો બોજો આવ્યો છે. એ સરભર કરવા માટે નાણામંત્રી આમ જનતા પર બોજો નાખ્યા વિના કેવા પગલા લેશે તેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here