રૈયા ગામના શખ્સે 16 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુર્જાયો: ફરિયાદ દાખલ3

૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ
૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ

માસી સાથે રહેતી સગીરાએ તેણીની મરજીથી સંબંધ બંધાયાનું પોલીસને જણાવ્યું

રૈયા ગામના શખ્સે 16 વર્ષની એક બાળા સાથે ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ કરી હોઇ બાળાના માસી તેણીના મોબાઇલ ફોનમાં આ શખ્સનો વિડીયો જોઇ જતાં તેણીને આ મામલે ઠપકો આપતાં 26મીએ તેણી ઘરેથી નીકળી ગઇ હતી. માસીએ તપાસ કરતાં તેણી રૈયાના શખ્સના ઘરેથી મળી આવી હતી અને પરત ઘરે આવવાની ના પાડી દીધી હતી. એ પછી પોલીસની મદદ લેવામાં આવતાં તપાસ થતાં સગીરા સાથે રૈયાના શખ્સે શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેની સામે અપહરણ બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 16 વર્ષ સગીરાના માસીની ફરિયાદ પરથી રૈયા ગામમાં પરમાર નિવાસ પાસે રહેતાં વૈભવ પરમાર વિરૂધ્ધ આઇપીસી 363, 376 મુજબ અપહરણ બળાત્કારનો ગુનો નોંધી સકંજામાં લીધો છે.પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે મારા બહેન દસેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. તેની બે દિકરી પૈકીની મોટી દિકરી મારી સાથે રહે છે. જેની ઉમર 16 વર્ષ 8 માસ છે.

નાની દિકરી પાટણ પંથકમાં તેના પિતા સાથે રહે છે. તા. 26/1ના બપોરે બારેક વાગ્યે હું તથા મારી બહેનની દિકરી મારી ભાણેજ ઘરે હતાં. આ વખતે ભાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક છોકરાનો વિડીયો મુકયો હોઇ એ હું જોઇ જતાં તેને આ બાબતે પુછતાં તેણે કહેલું કે ત્રણેક મહિનાથી મારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર વી-પરમાર નામના આઇડીવાળા રૈયા ગામના વૈભવ પરમાર સાથે મારે ફ્રેન્ડશીપ થઇ છે.

હું અને વૈભવ અવાર નવાર મોબાઇલ ફોનમાં વાત કરીએ છીએ. આથી હું તેણીને ખીજાઇ હતી. તેની સાથે ઝઘડો કરી તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. અઢધા કલાક બાદ તેણી ઘરે કંઇ કહ્યા વગર જતી રહતી. તપાસ કરતાં તે મળી નહોતી. એ પછી મારી રીતે તેની શોધખોળ કરતાં તેણે રૈયાના વૈભવ નામના છોકરા સાથે પોતાને પ્રેમ સંબંધ હોવાનું કહ્યું હોઇ જેથી હું વૈભવના ઘરે જતાં મારી ભાણેજ ત્યાં મળી આવી હતી. તેણે મને સાથે આવવાની ના પાડી હતી. એ પછી મારી ભાણેજને લઇ વૈભવ બાઇકમાં ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી ગઇકાલે 27મીએ સવારે હું ફરીથી વૈભવના ઘરે ગઇ હતી.

Read About Weather here

ત્યારે પણ મારી ભાણેજે સાથે આવવાની ના પાડી દેતાં અંતે હું પોલીસ સ્ટેશને પહોંચી હતી. બાદમાં પોલીસે મારી ભાણેજને પુછતાં તેણીએ કહ્યું હતું કે મને વૈભવ રૈયા ગામે તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેનો મિત્ર અને મિત્રની પત્નિ બીજા રૂમમાં સુઇ ગયા હતાં. એક રૂમમાં હું અને વૈભવ સાથે સુતા હતાં ત્યારે મારી મરજીથી એકવાર શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી હું અને વૈભવ જામનગર રોડ માધાપર ચોકડી થઇ ચોટીલા હાઇ-વે પર જતાં રહ્યા હતાં. આટાફેરા બાદ આજે 24મીએ પરત આવી ગયા છીએ. સગીરા સાથે વૈભવે શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેની સામે પીઆઇ એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ, લક્ષમણભાઇ સહિતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here