સ્વયંભુ રામનાથ મંદિરની આજુબાજુ ગંદકીનાં ગંજ

સ્વયંભુ રામનાથ મંદિરની આજુબાજુ ગંદકીનાં ગંજ
સ્વયંભુ રામનાથ મંદિરની આજુબાજુ ગંદકીનાં ગંજ

ચૂંટણી સમયે વિકાસ યાદ આવે છે, પણ ક્યાંય ખોવાઈ જાય છે.

મનપા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી પ્રશ્નહલ કરે: લોકોમાં આક્રોશ

આગામી સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આજી નદીનાં કાંઠે બિરાજમાન સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવનાં દર્શનાર્થે હજારો લોકો આવે છે. પરંતુ રામનાથ મંદિરની આસપાસ બેશુમાર ગંદકી, કાદવ કીચડ ફેલાયેલો છે. જુના રજવાડા સમયનું આજથી લગભગ 550 વર્ષ પહેલા આજી નદીની મધ્યે સ્વયંભુ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા જે રામનાથ મહાદેવનાં નામથી સુવિખ્યાત થયા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ વસ્યા પહેલા  આધાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું હતું. આજી નદીનાં બંને વહેણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોનાં દેવ મહાદેવનાં મંદિરે કરોડો ભાવિકો સાથે રાજકોટનાં લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ છે. નદીનાં પ્રવાહને કારણે મંદિરનાં ઘાટ તેમજ પગથીયા વિગેરે ખૂબ જ ખરાબ હાલતમાં તૂટી ગયા છે. તેનું કામ વર્ષોથી શરૂ કરાયું છતાં પણ પૂરું કરવામાં આવ્યું નથી.

જયારે-જયારે ચૂંટણી હોય છે. ત્યારે મહાદેવનાં મંદિરનાં વિકાસ કામોની વાતો કરવામાં આવે છે. પણ પછી કોઈ દેખાતું જ નથી. હાલમાં રામનાથ મંદિરની બંને બાજુ નદીનાં પટમાંથી વોકળાનું દુર્ગંધ યુક્ત પાણી વહેતું રહે છે. જે પગલે મંદિરે આવતા ભાવિકોને હાલાકી વેઠવી પડે છે.

સ્વયંભુ રામનાથ મંદિરની આજુબાજુ ગંદકીનાં ગંજ રામનાથ

શહેરભરનાં વોંકળામાં એઠવાડ કચરો ફેંકવા પર પ્રતિબંધ હોવા છતાં મંદિરની આજુબાજુ કચરાનાં ઢગ થઇ ગયા છે. નદીમાં પણ મોટા પ્રમાણ કચરો પડેલો છે. જે તાત્કાલિક સાફ કરાવવો જોઈએ.

મનપા દ્વારા આજી રીવર ફ્રન્ટનાં નામે મોટી વાતો કરી સરકારે આજી નદીની સરકારી જમીનનો કબ્જો પણ મનપાને સોંપ્યો પણ નદીમાં હજુ પણ ગંદકી ઠાલવવાની બંધ કરાઈ નથી. અત્યારે આજી નદીમાં દુર્ગંધ છોડતી ગટરો વહે છે. મનપાનાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે.

Read About Weather here

પવિત્ર રામનાથ મહાદેવ મંદિરની સમસ્યાઓ ઉકેલવા પ્રયાસો હાથ ધરે તેવી ત્યાંના પૂજારી અને ભાવિકો દ્વારા માંગ ઉઠી છે. પવિત્ર શ્રાવણ માસનાં સોમવારથી શરૂઆત થાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે મંદિરની આજુબાજુ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here