સૌ. યુનિના 400થી વધુ કરારી કર્મીઓ ‘ઘર ભેગા’!

એક્સટર્નલ કોર્સમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયા…
એક્સટર્નલ કોર્સમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયા…

યુનિવર્સિટીના 400થી વધુ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના કરાર 10 ડિસેમ્બરે પૂરા થઇ જતા તમામને ફોન કરી રજા આપી દેવાઈ છે અને હવે પછી તારીખ 17મી સુધીમાં ફોન આવે તો જ યુનિવર્સિટીમાં ફરજ પર આવવાનું રહેશે તેવું જણાવી દેવાતા 400થી વધુ કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ ઊભું થયું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

શુક્રવારે કરાર પૂરો થયેલા કર્મચારીઓને ફોન કરી જણાવાયું હતું કે, કરાર પૂરો થયો હોવાથી હમણાં આવવાનું નથી, હવે 17 તારીખે યુનિવર્સિટીમાંથી ફોન આવે તો જ આવવાનું રહેશે. 400થી વધુ કરાર આધારિત કર્મચારીઓ હાલ નોકરી વિહોણા થઇ જતા 400 પરિવાર ઉપર આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે.

Read About Weather here

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના જુદા જુદા વિભાગમાં વહીવટી કામગીરી જેમના શિરે છે તેવા કરારી કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાશે તેવી ભીતિ પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારના 30થી વધુ કર્મીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી છે અને હવે સરકારમાંથી મંજૂરી મળશે તો જ આ કર્મીઓના કરાર રિન્યૂ કરવામાં આવનાર હોવાથી તમામ નોન ટીચિંગ કર્મીઓમાં દેકારો બોલી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here