સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં 2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇ-વેનું નિર્માણ

સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં 2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇ-વેનું નિર્માણ
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં 2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇ-વેનું નિર્માણ

ચોરવાડ સહિતના દરિયા કિનારે પ્રવાસન સ્થળો વિકસાવશે રાજય સરકાર; ઉભરાટ, તીથલ અને ચોરવાડનું સાંકળતો 135 કિ.મીનો કોસ્ટલ હાઇ-વે બનશે

ભાવનગર-સૌરાષ્ટ્રના ટ્રાફિક માટે નવી લીંકથી 80 કિ.મીનું અંતર ઘટશે; પરિવહનને વેગ આપવા 1000 નવી આધુનિક બસોની ખરીદી: કેબિનેટના નિર્ણય

દરિયાકિનારાના પ્રવાસન સ્થળો વિકસાવવા, નાગરિકોની સુવિધા વધારવા માટે તેમજ સરકારી પરિવહનની વ્યવસ્થા વધુ ઝડપી અને આધુનિક બનાવવા માટે ગુજરાત કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એ મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસન ધામોને સાંકળી લેવા રૂ.2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇ-વેનું નિર્માણ કરવામાં આવશે. ઉભરાટ, તીથલ અને ચોરવાડને સાકળતો વ્યૂહાત્મક 135 કિ.મીનો કોસ્ટલ હાઇ-વે નવી લીંક સાથે બનાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

બેઠક બાદ માહિતી આપતા શિક્ષણ મંત્રી અને રાજય સરકારના પ્રવકતા જીતુ વધાણીએ જણાવ્યું હતું કે, ખંભાત, કામતલાવ, આબલી, પાટીયાની નવી લીંકને કારણે ભાવનગર-સૌરાષ્ટ્રના ટ્રાફિક માટે 70 થી 80 કિલોમીટરનું અંતર ઘટી જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો 218 કિલોમીટરનો નવો કોરીડોર રૂ.1670 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહયો છે. સાપુતારા, માંડવી, કરજણનો નવો કોરીડોર પણ તૈયાર થશે. નેશનલ હાઇ-વે 8 પર સુરત નજીક રૂ.27 કરોડના ખર્ચે ફલાય ઓવર સર્વીસ રોડ બનશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દરિયા કાંઠાના નાગરિકોને માળખાગત સુવિધાઓ મળી રહે એ માટે કોસ્ટલ હાઇ-વેનું નિર્માણ કરવામાં આવી રહયું છે. અત્યારે ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના વાહનો બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોરેલા થઇને ભાવનગર જાય છે. હવે ખંભાત, કામતલાવ, આંબલી પાટીયા સુધીની નવી લીંકને કારણે આ અંતરમાં 70 થી 80 કિ.મી.નો ઘટાડો થશે.

ભીલાડથી વલસાડ થી નવસારી, નવાસારી થી સુરત, સુરત થી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયા કિનારાને સાકળી લેતો કોસ્ટલ હાઇ-વે બનશે. ડાંગના પ્રખ્યાત શબરીધામને સરદાર પટેલ પ્રતિમા સાથે જોડતો નવો કોરીડોર બનશે.

તેમણે જણાવ્યું હતું કે, સાપુતારા પ્રવાસન સ્થળનું સહેલાણીઓ લાભ લઇ શકે અને વધુ અંતર કાપવું ન પડે એ માટે નર્મદા નદી પર મોટી કોરલ-નારેશ્ર્વર નજીક રૂ.300 કરોડના ખર્ચે નવો પુલ બનાવી. કલજણ, નારેશ્ર્વર, ભાલોદ, નેત્રંગ અને માંડવીનો નવો કોરીડોર બનાવવામાં આવશે.

જેનો લાભ દક્ષિણ ગુજરાતના તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતા વાહનો જે અત્યારે વાયા સુરત-ચીખલી થઇને જાય છે તે આ નવા કોરીડોર પર થઇને વધુ ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. વાઘાણીએ ઉર્મેયુ હતું કે, નાગરિકોની પરિવહન સુવિધા ઝડપી વધુ સારી અને આધુનિક બનાવવા ચાલુ વર્ષે વધુ 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે.

Read About Weather here

ગ્રામ્ય રૂટ માટે 52 બેઠકની ક્ષમતા ધરાવતી કુલ 500 સુપર એકપ્રેસ બસ ફાળવવામાં આવશે. આ બસમાં દરેક બેઠક પર મોબાઇલ ચાર્જર, રીડીન લાઇટ, બોટલ હોલ્ડર અને મેગેઝીન પાઉચની આધુનિક સગવડ હશે. આવી 300 લકઝરી બસ ફાળવવામાં આવશે જેની બેઠક ક્ષમતા 41ની હશે. રાત્રી મુસાફરી કરનારા વર્ગ માટે 200 સ્લીપરકોચ બસો ફાળવવામાં આવશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here