ગુજરાતની મેડિકલ સેકટરમાં વધુ એક સિધ્ધી

ગુજરાતની મેડિકલ સેકટરમાં વધુ એક સિધ્ધી
ગુજરાતની મેડિકલ સેકટરમાં વધુ એક સિધ્ધી

મુન્દ્રા ખાતે મેડિકલ કોલ્ડ ચેઇન ઉત્પાદન યુનિટ

યુરોપની બહાર પહેલા યુનિટ માટે રાજયની પસંદગી: કોલ્ડ ચેઇન પ્રોડકટના એક લાખ યુનિટની ક્ષમતા હશે

ગુજરાતના મુદ્રા ખાતે મેડિકલ કોલ્ડ ચેઇન પ્રોડકના ઉત્પાદનનું પહેલુ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે.

યુરોપના લકઝમબર્ગમાં વડુ મથક ગણાતી વિશ્ર્વ વિખ્યા બી મેડિકલ સીસ્ટમ કંપનીએ યુરોપની બહાર પહેલા આવા યુનિટની સ્થાપના માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે. રૂ.100 કરોડના ખર્ચે ઉભા થનારા ઉત્પાદન કેન્દ્રમાં દર વર્ષે મેડિકલ કોલ્ડ ચેઇનના 1 લાખ યુનિટનું ઉત્પાદન કરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

વેક્સિન રેફરીજરેટર, દવાઓ અને સંરમજામ માટેના ફ્રિઝર તથા દવા-ઇન્જેકશન અને મેડિકલ સાઘનોના ટ્રાર્ન્ફોટ બોકસનું મુન્દ્રાના યુનિટમાં ઉત્પાદન કરવામાં આવશે. ગઇકાલે યુરોપની કંપનીના ટોચના અધિકારીના હસ્તે યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. રાજયના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, મુંદ્રામાં શરૂ થનારી ફેકટરીમાં મોટાભાગની કામદાર મહિલાઓ રહેશે. કેન્દ્રના ડેરી પ્રાણી સંર્વધન મંત્રી પુરૂષોતમ રૂપાલાએ પ્રથમવાર દેશમાં બનેલા બહુ હેતુક વેક્સિન રેફરીઝરેટર, ફ્રિઝર અને આઇસ ફેકટ યુનિટનું કંપનીના કેન્દ્ર ખાતે ઉદ્ધાટન કર્યુ હતું.

Read About Weather here

આ નવી સુવિધાને કારણે રાષ્ટ્રીય પ્રાણી રોગ નિવારણ કાર્યક્રમમાં ખુબ મદદ મળશે. આ રીતે મેડિકલ સાધન-સરંમજામના સેકટરમાં ગુજરાતે મોટી હરણફાડ ભરી છે.

લકઝમર્બગ દેશમાં ભારત ખાતેના રાજદુત પેગી ફાન્ટજને ફેકટરીનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમયે અદાણી પોર્ટના વહીવટી નિયામક સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here