સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રવિવારથી મેઘાનું દે… ધનાધન…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રવિવારથી મેઘાનું દે… ધનાધન…
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રવિવારથી મેઘાનું દે… ધનાધન…

મધ્યમથી ભારે વરસાદ તૂટી પડવાની શકયતા : ચોમાસામાં અંતે કરંટ આવ્યો, મુંબઇ-નાગપુર વગેરેમાં ભારે વરસાદ

છેલ્લા કેટલાક સમયથી થંભી ગયેલા નૈઋત્યના ચોમાસામાં આખરે કરંટ આવવા લાગ્યો છે અને રવિવારથી સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર પધરામણી થવાની હવામાન ખાતાએ આગાહી ધરી છે જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Subscribe Saurashtra Kranti here

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ઝરમર વરસાદ શરૂ થઇ ગયાના વાવડ મળી રહયા છે. મોડુ મોડુ પણ ચોમાસુ સક્રિય બનવાની આશા ભરી આગાહી થઇ છે.

હવામાન ખાતાના વડા ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્ર ગુજરાતમાં 10 જૂલાઇ બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થઇ જશે.રવિવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થવાની શકયતા છે. તા.12 જૂલાઇથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ શરૂ થઇ જવાની આશા છે. 10મી થી દેશના યુપી, પંજાબ, હરીયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ચોમાસુ આગળ વધવાની શકયતા છે.

છેલ્લા 15 દિવસથી ચોમાસુ નિષ્ક્રિય થઇ ગયું હતું પરંતુ બંગાળની ખાડી તરફથી ફુંકાતા ચોમાસુ પવોનોને લીધે ધીમેધીમે ચોમાસુ આગળ વધી રહયું દેખાય છે. મધ્યપ્રદેશ,છત્તીસગઢ, મહારાષ્ટ્રના ધણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મુંબઇ અને નાગપુરમાં ગઇકાલથી એકધારો જોરદાર વરસાદ પડી રહયો છે.જેના કારણે બન્ને મહાનગરોમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. આ રીતે ચોમાસુ હવે ગુજરાત પહોંચવાની તૈયારીમાં છે.

Read About Weather here

આગામી દિવસોમાં આખા દેશને ચોમાસુ આવરી લેશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. 11મી આસપાસ બંગાળની ખાડીમાં લોપ્રેસર ઉભુ થશે જેની અસરથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here