સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અમૂક શહેરોમાં માવઠાની શક્યતા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનું મોજું આવવાની શક્યતા: ઉતર ભારતમાં ભારે વર્ષાને પગલે આગામી દિવસોમાં તાપમાન ઘટશે


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતા નથી પણ અમૂક શહેરોમાં કમૌસમી વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. કચ્છ, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટી જવાની સંભાવના હોવાથી ઠંડી વધશે.

જો કે ડિસેમ્બર અને જાન્યુઆરી એ બે મહિનામાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળવાની આગાહી થઇ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ગાંધીનગર જિલ્લામાં પહેલી વખત લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. આજે લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયો હતો. ઠંડી વધી જતા વૃધ્ધો અને બાળકો વધુ પ્રભાવિત થયા છે.

દર્દીઓને પણ વધુ અસર થઇ છે. અત્યારે લગભગ આખા રાજ્યમાં ગુલાબી ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં આજે ગાંઢ ધુમ્મસ છવાયેલું હતું.

હવામાન ખાતાએ ડિસેમ્બર મહિનામાં ફરી માવઠાની આગાહી કરી છે અને સાથે-સાથે ઠંડીનાં આકરા મોજાની પણ ચેતવણી આપી છે.

Read About Weather here

ડિસેમ્બરની મધ્યથી ગાત્રો ગાળતી ઠંડી શરૂ થઇ જવાની સંભાવના છે.

એટલે એ દિવસે બાળકો અને વૃધ્ધોનો અને ખાસ કરીને દર્દીઓનું ધ્યાન રાખવાની તથા કાળજી લેવાની આરોગ્ય ખાતાએ તાકીદ કરી છે. માવઠાથી ખેડૂતોને ખૂબ જ માર પડ્યો છે. એટલે રાજ્ય સરકાર વળતર ચુકવવાની પણ તૈયારી કરી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here