આજે ઐતિહાસિક સંવિધાન દિન: બંધારણ ઘડવૈયાઓને રાષ્ટ્રના વંદન

ભારતને ક્રાંતી નહીં, ઉત્ક્રાંતિની જરૂર છે: નરેન્દ્ર મોદી
ભારતને ક્રાંતી નહીં, ઉત્ક્રાંતિની જરૂર છે: નરેન્દ્ર મોદી

પારિવારિક પક્ષો લોકશાહી માટેનું સૌથી મોટું સંકટ: નરેન્દ્ર મોદી; સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનની હાજરી

દેશના બંધારણને આધુનિક ગીતા સમાન ગણાવતા સ્પીકર ઓમ બિરલા; કોંગ્રેસ સહિતનાં 40 થી વધુ પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો

દેશભરમાં આજે 71 મો સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સંસદનાં સેન્ટ્રલ હોલમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં બંધારણના ઘડવૈયા મહાનુભાવોને ભાવવંદન કરવામાં આવ્યો હતો અને આઝાદી જંગમાં બલિદાન આપનારા લાખો અનામી આઝાદી વીરોને ભાવ પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખાસ વક્તવ્ય આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા રાજકીય પક્ષોને લોકશાહી સામેનું સૌથી મોટું સંકટ ગણાવ્યા હતા.
સંસદમાં આ કાર્યક્રમમાં વડાપ્રધાને એમના પ્રવચનના પ્રારંભે બંધારણનાં ઘડવૈયા દુરંદેશી મહાનુભાવોને વંદન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજનો દિવસ બાબાસાહેબ આંબેડકર અને ડો.રાજેન્દ્ર પ્રસાદ વગેરેને નમન કરવાનો દિવસ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આઝાદીના જંગમાં બલિદાન આપનારા આઝાદીવીરોને હું નમન કરું છું. આ તકે તેમણે દેશપર થયેલા 26/11 નાં હુમલાને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, 26/11 નો હુમલો આપણા માટે દુ:ખદ દિવસ છે. દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો.

દેશના સામાન્ય નાગરિકની સુરક્ષાની જવાબદારી હેઠળ આપણા ઘણા બહાદુર સૈનિકોએ આતંકવાદીઓ સામે લડતા-લડતા જાનફેસાની કરી છે. એ તમામને હું નમન કરું છું. આજે સંસદગૃહને વંદન કરવાનો દિવસ છે.

વડાપ્રધાને દર્શાવ્યું હતું કે, આપણા સંવિધાનમાં દેશના હિતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે બંધારણની ભાવનાને ચોટ પહોંચતી હોય તો તેની અવગણના કરી શકાય નહીં.

આજે ઐતિહાસિક સંવિધાન દિન: બંધારણ ઘડવૈયાઓને રાષ્ટ્રના વંદન આજે

તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, આજે તો રાજકીય પક્ષો પરિવાર માટે ચલાવવામાં આવી રહ્યા છે. બંધારણ ઘડવૈયાઓએ આપેલી દેશ પ્રથમની રાજનીતિને બદલે પારિવારિક પક્ષો એટલા આગળ વધી ગયા છે કે દેશનું હિત પાછળ રહી ગયું છે.

તેમણે કહ્યું હતું કે આજે તો સંવિધાન દિવસનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષો પર ભારે પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજે અનેક પક્ષો લોકતંત્રનું ચારિત્ર્ય ખોઈ બેઠા છે.

જે પક્ષનું રાજકીય ચારિત્ર્ય જ ન હોય એ દેશની રક્ષા કઈ રીતે કરી શકે. આ પ્રસંગે શરૂઆતમાં બોલતા લોકસભાની સ્પીકર ઓમ બિરલાએ બંધારણનું મહત્વ સમજાવ્યું હતું અને દેશના સંવિધાનને આધુનિક ગીતા સમાન ગણાવ્યું હતું.

સંસદમાં આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, સ્પીકર ઓમ બિરલા અને ભાજપ અને સાથીપક્ષોના સાંસદો હાજર રહ્યા હતા. સંસદમાં યોજાયેલા સમારંભનો કોંગ્રેસ ઉપરાંત મમતા બેનજીના ટીએમસી, રાજદ, ડીએમકે અને ડાબેરી પક્ષો સહિતનાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર બંધારણ પર સતત હુમલા કરી રહી છે અને બંધારણીય સંસ્થાઓને નબળી બનાવી રહી છે.

Read About Weather here

એટલે કોંગ્રેસનાં સાંસદો સમારંભમાં સામેલ નહીં થાય. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન મોદીનાં હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના તમામ જજ, દેશની તમામ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ અને કાયદા વિભાગના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આજે દેશભરમાં બંધારણ દિવસ નિમિતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોડાસાથી સંવિધાન ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી હતી. જેના સમાપન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here