સૌરાષ્ટ્રમાં મેઘાની મોજ-મસ્તી, ભાદર-1 ડેમના તમામ દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રમાં મેઘાની મોજ-મસ્તી, ભાદર-1 ડેમના તમામ દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રમાં મેઘાની મોજ-મસ્તી, ભાદર-1 ડેમના તમામ દરવાજા ખોલાયા

હેઠવાસના 38 ગામોને અલર્ટ, રાજકોટ જિલ્લા, ભાવનગર, હાલારમાં 1 થી 5 ઇંચ અવિરત વરસાદ: સંખ્યાબંધ ડેમ ફરીવાર ઓવર ફલો, ઉંડ-1 અને 2 ડેમનાં દરવાજા ખોલાયા, વ્રજમી ડેમ ઓવરફલો
સૌરાષ્ટ્રનાં સંખ્યાબંધ વિસ્તારોમાં ભાદરવામાં અષાઢી માહોલ સર્જી દેતા મેઘરાજા, ઠેરઠેર જળબંબાકાર: ગુજરાતમાં ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદથી 142 રસ્તા બંધ
ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ તાંડવથી ઉભા પાકને નુકસાન, હજુ ભારે વરસાદની આગાહી: ‘ગુલાબ’થી બચી ગયેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગર કાંઠા પર હવે ‘શાહીન’ વાવાઝોડાનો ખતરો
રાજયમાં મેઘ તાંડવથી કુલ 13નાં મોત

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અવિરત કૃપા વરસાવી રહેલા મેઘરાજાની વધુ પડતી મોજ-મસ્તીને પરીણામે લીલો દુષ્કાળ સર્જાવવાની ભીતી ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલ સાંજથી ગુલાબ વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં મેઘ તાંડવ સર્જાતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લોકમાતાઓ ગાંડી તુર બની છે,

સંખ્યાબંધ ડેમ ફરીફરીને ઓવર ફલો થયા છે, ભાદર-1 ડેમના તમામ 29 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્રણ ડઝનથી વધુ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના 20 જિલ્લાઓમાં વર્ષા તાંડવને પગલે ‘યલો’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસરથી ભારે વરસાદ થયા બાદ હવે રાજયના સાગર કાંઠે નવા સાહીન વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.

અતિષય ભારે વરસાદથી રાજયના પંચાયત અને સ્ટેટ હાઇ-વે સહિતના 142 રસ્તા બંધ કરવા પડયા છે. હજુ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

તેના કારણે તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સાવધ રહેવાનો આદેશ આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં દોઢથીમાંડીને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડયાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઇ-વે જળબંબાકાર થઇ ગયા છે. પરિણામે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

રાજકોટમાં મઘરાતે મેઘરાજાએ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આગમન કર્યુ હતું પરીણામે રાજકોટવાસીઓની ઉંઘ ઉડી ગઇ હતી અને અનેક લોકો ભર નીંદરમાંથી જાગી ઉઠયા હતા.

રાજયના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં સાહીન વાવાઝોડાની અસરથી રાજયમાં અને પડોસના મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ભાવનગરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા બોરતળાવ છલોછલ થઇ જવાથી શહેરીજનો જળ વૈભવ જોવા માટે ઉમટી પડયા હતા. ગઇરાત્રે માત્ર 1 કલાકમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ ખાબકતા આખુ શહેર ટાપુ બની ગયું છે.

અધુરામાં પુરૂ વીજળી ગુલ થઇ જતા લોકો ભારે હાડમારીમાં મુકાઇ ગયા હતા. સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં બે થી નવ ઇંચ વરસાદ થવાને કારણે ઠેરઠેર જળબંબાકારની હાલત સર્જાઇ છે.

સપ્ટેમ્બર મહિનામાં આટલો વરસાદ પાછલા 100 વર્ષમાં થયો નથી તેવું હવામાન ખાતુ જણાવે છે.

ગોંડલમાં ગઇરાતથી ભારે વરસાદ તુટી પડતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. ઓસો આશ્રમમાં પાણી ધુસી ગયા છે. ગોંડલની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદ થઇ રહયો છે.

ઉપલેટામાં ભારે વરસાદથી મોજ ડેમ ફરીવાર છલકાયો છે અને લોકમાતા મોજ નદી ગાંડીતુર બની ગઇ છે. ધોરાજીની શકુરા નદી ચોથી વખત ઓવર ફલો થઇ છે.

ભાવનગર શહેર અને આસપાસ તથા શૈત્રુજી ડેમના ઉપરવાસમાં ગઇરાતથી મુસળધાર અવિરત વરસાદ થઇ રહયો છે. પરિણામે આજે શૈત્રુજી ડેમનાં 50 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લામાં સર્વત્ર વરસાદ થઇ રહયો છે. બોડાદનાં જળબંબાકાર અંડરબ્રિજમાં એક સ્કુલ બસ ફસાઇ ગઇ હતી જેમાં 35 થી 40 વિદ્યાર્થીઓ બેઠા હોવાથી બધાના જીવ ઉચક થઇ ગયા હતા

છેવટે બસને આસપાસના લોકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાથી વહીવટી તંત્રની ધોરગંભીર બેદરકારી સામે આવી હતી. અમરેલી અને રાજુલામાં ધોધમાર વરસાદ થવાથી સુરવો ડેમમાં પાણીની જોરદાર આવક થઇ રહી છે.

ધાતરવડી-2 ડેમમાં પાણીની જોરદાર આવક થતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ઉના અને ગીરગઢડા પંથકમાં ભારે વરસાદથી રાવલ ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા છે. ધ્રોલનાં ઉંડ-1 ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.

ગોંડલના મોતીસર ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માળીયાહાટીનાનો વ્રજમી ડેમ ઓવરફલો થઇ ગયો છે.

રાજુલામાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ અને જાફરાબાદ તથા વાગડા પંથકમાં દોઢ ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું છે. ભાવનગર પંથકમાં સર્વત્ર દોઢ થીમાંડી ચાર ઇંચ વરસાદ પડયાનું નોંધાયું છે.

ભાદર-1 ડેમનાં તમામ 29 દરવાજા 7 ફૂટ ખોવામાં આવ્યા છે. જેના પગલે ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોણા તાલુકાઓનાં હેઠવાસમાં આવતા 38 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર-2 ડેમ પણ ફરી ઓવરફલો થયો છે.

ગુજરાતમાં ભરૂચ અને અંકલેશ્ર્વરમાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વર્ષી રહયો હોવાથી બન્ને શહેરો પાણી પાણી જ થઇ ગયા છે અને વાહન વ્યાવહાર ઠપ્પ થઇ ગયો છે.

રાજયમાં લોકમાતાઓ ગાંડીતુર બની છે. સુરત, નવસારી, સહિતના વિસ્તારોના 33 માર્ગો બંધ થઇ ગયા છે. ભરૂચ શહેરમાં ઘરોમાં પાણી ધુસી જતા સેંકડો પરીવારોની ઘરવખરી તણાઇ ગઇ છે.

ભરૂચમાં ચાર ઇંચ, અંકલેશ્ર્વરમાં બે, ગણદેવીમાં બે ઇંચ, હાસોટ અને માંગરોડમાં એક-એક ઇંચ, વલસાડ અને જેસરમાં દોઢ ઇંચ, જેટલુ પાણી પડી ગયાનું નોંધાયું હતું. ભરૂચના ઝુંપડપટ્ટી વિસ્તારો ટાપુ બની ગયા છે.

ઉકાઇ ડેમના 15 દરવાજા ખોલવા પડયા છે પરીણામે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઇ ડેમમાંથી 1.97 લાખ કયુવ સેટ પાણી છોડવું પડયું છે. ગુજરાતમાં મેઘતાંડવને પરીણામે સર્જાયેલી વિવિધ ઘટનાઓથી કુલ 13નાં મોત થયાનું નોંધાયું છે.

સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ પાણી ભરાવવાથી ભય જનક સપાટી પર પહોંચી રહી છે. સુરતવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.(2.11)

Read About Weather here

ભાવનગરનું બોર તળાવ છલોછલ થઇ ગયું છે. રાજકોટ અને ભાવનગરનું એકએક સ્ટેટ હાઇ-વે બંધ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here